સાવલી : ડેસર તાલુકાના વેજપુર વાંટા ફળિયામાં રહેતા ઉદાભાઈ સનાભાઇ પરમારની ભેંસ તેના પાડા ના કારણે ભડકી ને આમ તેમ નાશ ભાગ કરતી હતી તે સમય દરમિયાન વિજય પુવારના ખુલ્લા વાડામાં અવાવરું કુવા ઉપર ઢાંકેલા પતરા હોવા છતાં ભેંસના વજનના કારણે ગતરોજ સમી સાંજે ચાર વાગ્યાના અરસામાં કુવામાં ખાબકી હતી ઉદાભાઈ પરમાર ની ભેંસ કુવામાં પડી છે તેવી જાણકારી મળતા વેજપુર ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેને બહાર કાઢવા માટે અવનવા કીમીયા અજમાવતા હતા ત્યારે ઉદાભાઈ ની પત્ની લીલાબેને પંચમહાલના એરાલ ખાતે તેઓની દીકરી કોકીલા પરમાર ને ફોન કરી જાણકારી આપી હતી કે આપણી ભેંસ કુવામાં પડી છે એરાલ ખાતે દીકરીના મકાન નું ધાબુ ભરાતું હોવાથી તેનો ભાઈ પીન્ટુ પણ બહેનના ઘરે હતો કુવામાં પડેલી ભેંસને બહાર કાઢવા માટે એરાલ થી બાઇક લઈને જમાઈ રાજુભાઈ મંગળભાઈ પરમાર ઉ વર્ષ ૩૮ અને તેનો સાળો પીન્ટુ વેજપુર આવી પહોંચ્યા હતા.
અવાવરું કુવામાં બે ત્રણ દિવસ પહેલા એક ભૂંડ પડીને મરણ પામ્યું હોવાથી કુવાની આજુબાજુ અસહ્ય દુર્ગંધ ના કારણે ઉભું રહેવાય તેવી પણ સ્થિતિ ન હતી છતાંય જમાઈ રાજુ પરમાર કુવા ની અંદરથી ભેંસનો અવાજ આવતો હોવાથી 100 ફૂટ જેટલા ઊંડા અને સાંકડા કુવામાં દોરડા ની મદદથી ઉતર્યા હતા દોરડાથી ભેંસને બાંધીને બહાર કાઢતી વેળાએ 40 ફૂટ જેટલા ઉપરથી દોરડું તૂટતા પરત ભેંસ કુવામાં ખાબકી હતી ભેંસની નીચે જમાઈ રાજુ પરમાર દબાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી તેઓનું અને ભેંસનું પ્રાણ પખેરૂ ઉડી ગયું હતું.
વેજપુરના સરપંચ જયરાજસિંહ સંજયસિંહ રાઉલજીએ વડોદરા ફાયર ફાઈટરને જાણ કરતા મોડી રાત્રે ૧૧ વાગ્યે ફાયર ફાઈટર આવી પ્રથમ ભેંસનું મુતદ્દેહ કાઢ્યા બાદ રાત્રે અઢી વાગે રાજુ પરમાર નો મુતદ્દેહ બહાર કઢાયો હતો વેજપુર ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરતા તેઓએ અવાવરું કૂવો બે ત્રણ દિવસમાં પૂરી દેવા માટે માલિકને કડક શબ્દોમાં સૂચના આપી હતી. ડેસર પોલીસને જાણ કરતા રાત્રે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મુતદ્દેહ ને પીએમ માટે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.