માસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુન માણવું એ મોટાભાગના લોકોના જીવનમાં અનુભવેલ જાતીય જીવનનો એક ભાગ છે અને તે આપણી શરીરની શારીરિક જરૂરિયાતને પૂર્ણ કરે છે. આમ છતાં પણ હસ્તમૈથુન વિશે ક્યારેય વિચારી ન હોય એવી ગેરમાન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ગયેલી હોય છે. ઘણી કસરત અને તંદુરસ્ત ખોરાકનું સેવન કરીને પણ શરીર સ્વસ્થ થતું ન હોય ત્યારે લોકો માને છે કે હસ્તમૈથુન નબળાઇનું કારણ છે. જો મોં ઉપર ખીલ થાય તો લોકો એને પણ પોતાની હસ્તમૈથુનની આદત સાથે જોડી દેતા હોય છે પરંતુ એવું હોતું નથી. હસ્તમૈથુન એ એક કુદરતી પ્રોસેસ છે અને તેનાથી શરીર પર કોઈ ખરાબ અસર થતી નથી. જેમ સહવાસ કરવાથી કોઈ નપુસંકતા નથી આવતી, તે જ રીતે હસ્તમૈથુન કરવાથીય નપુંસકતા નથી આવી જતી.
આ એક ખોટી ધારણા છે કે વીર્યનાશ કરવાથી નપુંસકતા આવી જાય છે. હસ્તમૈથુન ક્યારે અને કેટલી વખત કરવું જોઈએ તેનો કોઈ નિયમ કે કાયદો નથી. જયારે વ્યક્તિને મન થાય અને શરીર સાથ આપે હસ્તમૈથુન અને સહવાસ કરી શકાય છે. તેનો શરીર કે ગુપ્તાંગ પર કોઈ વિપરીત પ્રભાવ નથી પડતો. હસ્તમૈથુન કોઇ પણ ચિકિત્સા પદ્ધતિ અનુસાર હાનિકારક નથી. આયુર્વેદના માનદ ગ્રંથો, જેવા કે ચરકસંહિતા, સુશ્રુતસંહિતા વગેરેમાં ક્યાંય પણ તેવો ઉલ્લેખ નથી કે હસ્તમૈથુન શરીર માટે હાનિકારક હોય. હસ્તમૈથુન કરવાથી કોઈ પુરુષ નપુંસક નથી બની જતો. હસ્તમૈથુન એ એવી બાબત છે કે તેમાં દુનિયાની લગભગ દરેક વ્યક્તિને નિષ્ણાત ગણવી પડે. વર્ષોના સ્વાનુભવ પછી તમને એમ હોય કે હસ્તમૈથુન અંગે જાણવા જેવી તમામ બાબતોની તમને ખબર છે પરંતુ અહીં એવી કેટલીક બાબતો છે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે.
1- હસ્તમૈથુન જોખમથી મુક્ત નથી
ચોક્કસ, તેમાં સૌથી ઓછું જોખમ છે. સેક્સ માણવાનો તે સૌથી સુરક્ષિત ઉપાય છે. હસ્તમૈથુનથી કામાવેગ સંતોષનાર વ્યક્તિ ક્યારેય ચેપી જાતીય રોગોનો ભોગ નથી બનતો કે હસ્તમૈથુનનો આનંદ માણનારી મહિલાને ક્યારેય ગર્ભ ધારણ થવાની ચિંતા સતાવતી નથી. જો કે ચાલવા કે દોડવા જેવી અન્ય ઓછી જોખમી ક્રિયાઓની જેમ હસ્તમૈથુનનાં પણ કેટલાંક જોખમો છે. વારે ઘડીએ કે વધારે પડતાં આવેગથી હસ્તમૈથુન કરવાથી ત્વચા છોલાઈ જવાની કે તેમાં બળતરા થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તેજિત થયેલા શિશ્નને જબરદસ્તીથી વાળવાથી શિશ્નમાં લોહીનો ભરાવો કરતી નળીઓ ફાટી જવાની શક્યતા રહે છે જેને પેનાઈલ ફ્રેક્ચર કહે છે.
2- કેટલી વાર હસ્તમૈથુન કરવું જોઈએ?
કેટલી વાર હસ્તમૈથુન કરવું જોઈએ તે અંગે લોકોમાં મુંઝવણ હોઈ શકે છે. તમે સપ્તાહ દરમિયાન કે દિવસમાં કેટલી વાર હાથનો ઉપયોગ કરો છો તે કંઈ મહત્ત્વનું નથી. જો તમારા રોજ-બ-રોજના જીવનમાં કોઈ તકલીફ ના સર્જાતી હોય તો દિવસ કે સપ્તાહમાં તમે કેટલી વાર હસ્તમૈથુન કરો છો તે બાબત ગૌણ બની જાય છે. જો તમે દિવસમાં એકથી વધારે વાર હસ્તમૈથુનનો આનંદ માણતા હોવા છતાં તંદુરસ્ત અને ખુશનુમા જીવન જીવતા હોવ તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હસ્તમૈથુન ત્યારે જ સમસ્યારૂપ ગણી શકાય કે જ્યારે તેનાથી તમારી સેક્સ લાઈફ પર માઠી અસર થતી હોય. જો તેનાથી તમને તમારા પાર્ટનર સાથે સેક્સ માણવાની ઈચ્છા મંદ પડતી હોવાનું લાગે અથવા તો રોજ-બ-રોજની ક્રિયાઓ પર અસર થતી હોય તો તમારે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ.
3- હસ્તમૈથુનથી તમારા સંબંધો પર અસર નથી થતી
સંબંધોમાં કંઈક ખટાશ આવી હોય ત્યારે અથવા તો પોતાના જીવનસાથી સાથેનો લગાવ ઘટી ગયો હોય ત્યારે પુરુષો હસ્તમૈથુન તરફ વળે છે તેવી એક તદ્દન ખોટી ગેરસમજ લોકોમાં પ્રવર્તે છે. જો કે હકીકત એ છે કે મોટાભાગના પુરુષો હસ્તમૈથુનનો આનંદ માણે છે. ભલે પછી તે અપરિણીત હોય કે કોઈની સાથે જાતીય સંબંધ ધરાવતો હોય અથવા તો કોઈના પ્રેમમાં હોય. તેમની હસ્તમૈથુનની ક્રિયાને તેમના સાથી સાથે કંઈ લેવાદેવા નથી હોતી. હસ્તમૈથુન એ માત્ર સેક્સના આનંદ માટે નથી. ઘણાં લોકો માટે તે તણાવ દૂર કરવાનો, પોતાની કલ્પનાઓને પૂર્ણ કરવાનો કે પોતાના કામની શરૂઆત પહેલાં મગજને શાંત કરવાનો કાયમી ઉપાય છે. મિત્રો એક વાત ખાસ યાદ રાખો કે હસ્તમૈથુન એ ટેવ છે કોઈ રોગ નથી. હસ્તમૈથુન એ બીમારી છે જ નહીં, આથી તેના માટે કોઈ સારવારની જરૂર નથી. જો તે આવેગ કે ફરજિયાત બની જાય અથવા તો તેનાથી કોઈ મુશ્કેલી થાય તો જ તેની સારવાર કરાવવી પડે.
કોન્ડોમનો ઉપયોગ કેવી રીતે કરશો?
કોન્ડોમનો ઉપયોગ સાવચેતીથી કરવાથી અનેક વણજોઈતી મુશ્કેલીઓ નિવારી શકાય છે. જેનું ધ્યાન રાખવાથી સલામત સેક્સનો આનંદ બેવડો બની જાય છે.
• પેકેટ ખોલતી વખતે કોન્ડોમ ક્યાંયથી ફાટી ના જાય કે તેમાં ચીરો ના પડે તેનું ધ્યાન રાખો
• જો તે ફાટેલો, કડક કે એક્સપાયરી ડેટવાળો હોય તો ફેંકી દો.
• શિશ્ન બરાબર ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે અને તમારા પાર્ટનરના જનનાંગના કોઈ ભાગને તે સ્પર્શે તે પહેલાં પહેરો.
• સેક્સની શરૂઆતથી અંત સુધી તેને પહેરી રાખો
• દરેક વખતે નવા કોન્ડોમનો ઉપયોગ કરો એટલે કે જેટલી વખત શિશ્નોત્થાન થાય અને નવેસરથી સેક્સ માણતી વખતે.
• જો પુરુષના શિશ્નની સુન્નત ના કરાવેલી હોય તો આગળની ત્વચા પાછળ ધકેલ્યા પછી જ કોન્ડોમ ચઢાવો
• જો કોન્ડોમમાં આગળ થોડોક પોલાણવાળો ભાગ ના હોય તો સ્ખલન બાદ વીર્ય જમા થાય તે માટે કોન્ડોમના આગળના ભાગને હળવેકથી સ્હેજ મસળી જગ્યા કરો.
• જો સેક્સ દરમિયાન તમને લાગે કે કોન્ડોમ ફાટી ગયો છે કે નીકળી જવા જેવો થયો છે તો તરત જ ક્રીડા અટકાવી નવો કોન્ડોમ ચઢાવો.
• કોન્ડોમ કાઢતી વખતે ખાસ સાવચેતી રાખો કે વીર્ય તેમાંથી બહાર ના નિકળે.