હિન્દુ ધર્મના સંવત પંચાંગ તિથિ-વાર પ્રમાણે પૂર્ણિમા એટલે મહિનાનો અડધો ભાગ, એટલે એ તિથિ મહત્વની છે, અને અમાવાસ્યા મહિનો પૂર્ણ કરતી પૂનમી જેમ અમાસમાં પણ મહત્વના તહેવારો આવે છે. દરેક અમાસનું મહત્વ નક્કી થાય છે. અમાસના તિથિ પવિત્ર હોય છે. સોમવારના દિવસે આવતી અમાસ સોમવતી અમાવાસ્યા તરીકે ઓળખાય છે. તેનુ વિશિષ્ટ મહત્વ છે. અશ્વિન અમાસ દિપઅમાવાસ્યા કહેવાય તે દિવાળીનો પવિત્ર દિપોત્સવી તહેવાર છે. કાર્તિક અમાસે શ્રીરંગ અવધૂત મહારજની જયંતિ હોય છે. અષાઢી અમાસ દિપ-પૂજા અને દિવાસો તહેવાર છે. શ્રાવણ અમાવાસ્યાને પિઠોરી અમાસ નામ છે. ગૌવંશ બળદ, નંદીની પૂજા થાય છે. ભાદ્રપદ અમાસને સર્વપિત્રિ અમાસ કહે છે, પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ વિધિ આદિવસે થાય છે.
શ્રાવણ મહિનો ચાતુર્માસનો પવિત્રમાસ, આ માસમાં ઘણા તહેવારો આવે છે. શિવપૂજન શરૂ થાય છે. શ્રાવણી પૂજાનો કુળધર્મ હોય છે, રક્ષાબંધન, રાંધણ છઠ, સીતલા-સાતમ અને વિશ્વસખા કૃષ્ણની જન્માષ્ટમી શ્રાવણ વદમાં આવે છે. પણ આ વર્ષની શ્રાવણી અમાસ ‘સોમવતી અમાસ’નામે સોમવારે છે તેનું ખાસ મહત્વ છે. શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો છે. લોકો સંપૂર્ણ મહિનો જપ-તપ સાધના ઉપવાસ કરે છે, તે બધુ જ ફળદાયક છે. પણ શ્રાવણ માસની અમાસ જો સોમવારે આવતી હોય તો તેનો ઉપવાસ સાધને વિશેષ ફળ આપે છે.
શ્રાવણ માસ એટલે શિવ શરીરના બે ભાગ છે, સુદ પક્ષ એટલે માથાથી કમર સુધીનું અંગ છે વદમાં કમરથી પગ સુધીનું શરીર છે. અમાસના ઉપવાસથી સાધકનું પૂર્ણ શરીર સ્વસ્થ, સુદૃઢ રહે છે. આ દિવસનું શિવ નામ સ્મરણ કલ્યાણકારી નિવડે છે. શિવમંત્રનું રટણ : કોઇ પણ મંત્ર આગળ ૐ લગાડવાથી મંત્ર શુદ્ધ અને પૂર્ણ બને છે. શિવજીનો ‘ૐ નમ: શિવાય’ આ પંચાક્ષરી મહામંત્ર, શુદ્ધ અને સિદ્ધ છે તેને સિદ્ધ કરવાની જરૂર નથી.
શાસ્ત્ર પુરાણ કથાનુસાર, શ્રી હરિ અને બ્રહ્માજીનું કોણ શ્રેષ્ઠ છે એ વાદ પર યુદ્ધ થયું ત્યારે શસ્ત્ર અસ્ત્રના ઉપયોગ થી ભયંકર જવાલાઓ પ્રગટ થઇ હતી. અને એક અતિ વિશાલ અગ્નિતેજ સ્વરૂપ સ્તંભ નિર્માણ થયો. એ સ્તંભ જ શિવલિંગરુપ છે, તેના પંચ મુખમાં પંચ મહા ભૂતો સમાવિષ્ટ છે. જેમાં પૃથ્વી, વાયુ-જળ, આકાશ અને અગ્નિ છે. એ સમયે પ્રથમ જે શબ્દોચ્ચાર થયો તે અક્ષર ‘ૐ’ છે એટલે મંત્રાક્ષરોમાં સૌ પ્રથમ મંત્રના સ્થાને પંચાક્ષરી મંત્ર ‘ૐ નમ: શિવાય’ છે ત્યારે પછી ઋષિ-મહર્ષિઓએ તપસાધનાથી બીજી અને દેવ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે મંત્ર નિર્જિની કરી ત્રિપદા ગાયત્રી પણ ઉપરોકત મંત્રમાંથી ઉત્પન્ન છે.
સૃષ્ટિનો સૌ પ્રથમ મંત્ર ‘ઓમ નમ: શિવાય’ મનાય છે. તે શિવ સાધનામાં ઉપયોગી છે. આ મંત્રને અહર્નિશ બોલો તો પણ યથોચિત ફળ આપે છે. અને સાધનાર્થે, રોજ નિયમિત સમયે પૂર્વાભિમુખ, શુદ્ધ સ્વચ્છ આસન પર બેસીને ધોતીયું કે પિતાંબર પહેરીને , શરીર પર ભસ્મ-વિભૂતિ ધારણ કરવી (કપાળે, ગળા પર છાતી પર, ભૂજા અને કાંડા પર) સિધું ટટ્ટાર બેસવું, આંખો બંધ કે અર્ધોમિલિત રાખવી. પદ્માસન રાખવી, પદ્માસન કે સુખાસન (પલાઠી મારીને બેસવું) ગળામાં રુદ્રાક્ષની માળા રાખવી કે એક રૂદ્રમણિ ગળામાં પહેરવું શાંતિ ચિત્તે એકાન્તમાં નિર્વિચારી નિહેચ્છ ભાવનાથી, બુદ્ધ મુદ્રામાં ૐ નમ: શિવાયનો જપ કરવો, બોલવો પછી હોઠ હલશે પણ અવાજ નહિ આવે.
પછી હોઠ પણ સ્થિર થશે હલશે પણ અવાજ નહિ આવે. પછી હોઠ પણ સ્થિર થશે અને શ્વાસે શ્વાસે મંત્ર રટણ ચાલું થશે. જે ફકત તમને જ સંભળાશે, તેનો નાદ ધ્વનિ, કંપના તમારા કપાળ અનુભવ કરશે અને પછી ધ્યાન લાગશે. તમારી ધારણા શિવદર્શનની છે તેનુ સ્મરણ રાખવું અને તમારે તમારું ઇચ્છિત ફળ મળશે. નિયમિત ધ્યાન કરવું ઇશપ્રાપ્તી છે. સંસારી માણસ માટે આ શિવારાધાના જપ બહું કલ્યાણકારી છે. પ્રયોગ કરો, વાર લાગશે પણ અનુભવ આવશે. સોમવતી અમાસતી શિવસ્મરણજપની શરૂઆત કરાય ચે. તે તમને મન: શાંતિ આપશે, ભાગ્ય અને નસીબ ખોલશે. શિવજીને જલાર્ધ્ય અને બિલીપત્ર જરૂર ચઢાવશો. ૐ નમ: શિવાય.