વડોદરા : સૈનિક સિક્યુરિટી કંપનીને એક લાખ રૂપિયાનો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગર પાલિકાની માલિકીની જગ્યા ઉપર સિક્યુરિટીની જવાબદારી માટે શિવ અને સૈનિક એમ બે કંપનીને ઇજારો આપવામાં આવ્યો છે.જેમાંથી સૈનિક કંપનીને છાણી તળાવની સુરક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે છાણી તળાવ ખાતે રખડતા ઢોરો ફરતાં હોવાની વિગતો ઘણી વાર સામે આવતા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાને વાત મળતા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવ્યું હતું જેમાં રખડતા ઢોર ફરતા હોવાની વાત સાચી હોવાથી સિક્યુરિટી શાખાએ સૈનિક સિક્યુરિટી કંપનીને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની વસુલાત બિલની ચુકવણીમાંથી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. જેની સંપૂર્ણ માહિતી વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સુધીર પટેલ દ્વારા આપવામાં આવી હતી.
સૈનિક સિક્યુરિટી કંપનીને પાલિકાએ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો
By
Posted on