Charchapatra

સુરત શહેરમાં સોલાર સિસ્ટમ

ભારત દેશમાં ઘરગથ્થુ વિજળી ઉત્પાદન માટે સોલાર સિસ્ટમ અમલમાં આવી ત્યારથી જ ભારતમાં આ સિસ્ટમ અપનાવનાર ગુજરાત રાજય એ મોખરાનું સ્થાન લીધું અને તેમાં સુરત પણ અવ્વલ જ રહ્યું. મારી જાણ મુજબ સુરત શહેરમાં રાંદેર અડાજણ વિસ્તારના બહુધા ઘરોની ટેરેસે સોલાર પેનલથી અર્ધી જગ્યા રોકી દીધાનું જોવા મળે છે અને પોતાની વિજળી પોતે વાપરીને વધારાની વિજળી ડીજીવીસીએલને ખૂબ જ સસ્તા ભાવે (ડીજીવીસીએલે નક્કી કરેલ, નહીં કે ઉત્પાદક ગ્રાહકના ભાવે) વિજળી મેળવી તે વીજળી ફરતી કરે છે. આમ ડીજીવીસીએલની વિજળી ઉત્પાદનની પોતાની શકિત ક્ષમતા ઉપરાંત જાગૃત વીજ ગ્રાહકો દ્વારા સોલાર પેનલથી મળતુ વધારાનું ઉત્પાદન પણ ડીજીવીસીએલને અર્પણ કરે છે.

તો પણ ડીજીવીસીએલ તેના ગ્રાહકોને ગમે ત્યારે વીજ કાપ મૂકી તકલીફમાં, મુશ્કેલીમાં મુકી દે છે ત્યારે પથારીવશ કે માંદા સિનીયર સટીઝનો કફોડી પરિસ્થિતિમાં આવી જાય છે. કોઇ પણ દિવસે ગમે ત્યારે ભર બપોરે કે મધરાતે 15 મિનિટ, 30 મિનિટ કે 60 મિનિટ અચાનક આખા વિસ્તારનો પાવર કટી કરી દે છે અને વળી સ્ટેગરીંગનો આખો દિવસ તો ગ્રાહકોના માથે ઝળુંબતો જ હોય છે. જીઇબીના કારભારથી કંટાળેલ સરકારે ડીજીવીસીએલને આ સેવા સોંપી પછી પણ આ પરિસ્થિતિ છે તો સરકાર હવે આ વેાપર કોઇ બીજાને સોંપવા વિચારશે કે? કે પછી ડીજીવીસીએલ એની સેવા સુધારશે?
સુરત              – પરેશ ભાટિયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top