National

Hybrid Solar Eclipse: એકજ દિવશમાં લાગશે આવા ત્રણ પ્રકારના ગ્રહણ

નવી દિલ્હી : સૂર્ય તેના વિચિત્ર સ્વરૂપમાં જોવા મળશે જયારે એકજ દિવસમાં આંશિક, પૂર્ણ અને કંકણ આકારનું સૂર્ય ગ્રહણ (Solar Eclipse) થવા જઇ રહ્યું છે. આવો સંયોગ ચાર મહિના બાદ બનશે. આગામી 20 એપ્રિલ 2023 સૂર્ય ગ્રહણની ઘટના બનશે. જેને હાઈબ્રીડ સૂર્યગ્રહણ (Hybrid Solar Eclipse) કહેવામાં આવે છે. 100 વર્ષોમાં આવી ઘટના ભાગ્યેજ જોવા મળે છે. ઘટનાને ભાગ્યે બનતી ઘટના એટલા માટે કહેવામાં આવી છે કે તેની ગણતરી કરવી મુશ્કેલી ભરી કહી શકાય છે. વૈજ્ઞાનિકો માટે પણ તેની ચોક્કસ રીતે નથી કહી શકતા કે હવે પછી આ પ્રકારના ગ્રહણનો સંજ઼ોક ક્યારે બનશે.

આ રીતે સર્જાતા હોઈ છે ગ્રહણ
આમતો ત્રણ પ્રકારના સૂર્યગ્રહણ થાય છે.આંશિક સૂર્યગ્રહણ જે સૌથી સૌથી વધારે થાય છે.આ ગ્રહણને સૌથી સામાન્ય ઘટના કહેવામાં આવે છે. ચંદ્ર સૂર્યના નાના ભાગની સામે આવે છે ત્યારે અને રે આંશિક સૂર્યગ્રહણ થાય છે.બીજું વલય આકાર સૂર્યગ્રહણ છે.આ ગ્રહણમાં જ્યારે ચંદ્ર સૂર્યની મધ્યમાં આવીને પ્રકાશને અવરોધે છે અને પછી ચારે બાજુ પ્રકાશનું એક તેજસ્વી વર્તુળ રચાય છે તે ઘટનાને રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.

હાઇબ્રિડ સૂર્યગ્રહણ સૌથી અલગ અને સુંદર પ્રક્રિયા છે
ત્રીજું પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે. આ ઘટનામાં ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે. આમાં માત્ર સૂર્યના કોરોનાનો પ્રકાશ જ દેખાય છે. તમે તેને કોઈપણ ઉપકરણ વગર ખુલ્લી આંખેથી જોઈ શકો છો. આ બધાથી અલગ એકે ચોથા પ્રકાર વિશે અમે આપને જણાવી દઈએ જે હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવાય છે.ગ્રહણની આ પ્રક્રિયા ઉપર જણાવેલ ત્રણેય સૂર્યગ્રહણનું સંયોજન કહેવાય છે. આ સૌથી દુર્લભ અને વિચિત્ર સૂર્યગ્રહણ માનવામાં આવે છે. સૂર્ય ગ્રહણને આ પ્રક્રિયા સૌથી સુંદર ઘટતી ઘટના કહેવાય છે.

શું છે હાઇબ્રિડ સૂર્યગ્રહણ શું છે?
હાઇબ્રિડ સૂર્યગ્રહણ વલયાકાર અને પૂર્ણ સૂર્યગ્રહણનું મિશ્રણ કહેવાય છે.જેમાં પહેલા વલયાકાર સૂર્યગ્રહણ થાય છે. પછી સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે ત્યારબાદ તે જ પ્રક્રિયા ઉલટી થાય છે. એટલા માટે સમગ્ર વિશ્વમાં એક દિવસમાં લોકો એક જ સમયે અલગ અલગ પ્રકારના ત્રણ સૂર્યગ્રહણ જોઈ શકશે . એટલે કે, જો તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્તના સમયે હાઈ બ્રીડ સૂર્યગ્રહણ જોઈ રહ્યા છો તો રિંગ ઓફ ફાયર જોવા મળી શકે છે.

આ સમાટે તમને હાઈબ્રીડ સૂર્યગ્રહણ નહિ દેખાય
અને જો તમે બપોરે હાઇબ્રિડ સૂર્યગ્રહણ જોવાનો પ્રયાસ કરશો તો તમને માત્ર એક જ વસ્તુ જોવા મળશે. વલયાકાર સૂર્યગ્રહણ હોય કાંતો પૂર્ણ સૂર્યગ્રહણ તે પૃથ્વી પર તમારી સ્થિતિ પર આધાર રાખે છે. આવામાં તમને બંને ગ્રહણ જોવા મળશે નહિ.એટલે તમે હાઇબ્રિડ સૂર્યગ્રહણ જોઈ શકશો નહીં. માત્ર આ વાતની તકેદારીને ધ્યાનમાં રાખીને સૂર્યગ્રહણ જોવું હિતાવહ છે. ખુલ્લી આંખે ક્યારેય ન જોવું જોઈએ કાળા ચશ્મા અથવા તો ચોક્કસ ઉપકારણોંની મદદ ચોક્કસ થી લો.

હાઇબ્રિડ સૂર્યગ્રહણ શા માટે થાય છે?
શા માટે હાઇબ્રિડ સૂર્યગ્રહણ થાય છે તેનું કારણ આપણે અહીં સ્પષ્ટ કરી દઈએ. ચંદ્ર પૃથ્વીની આસપાસ સતત ફરે છે. પરંતુ તે હંમેશા પૃથ્વીથી સમાન અંતરે રહેતોનથી ક્યારેક થોડે દૂર તો ક્યારેક નજીક આવી જાય છે આ કારણોસર જ્યારે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને પૃથ્વીની એટલી નજીક હોય છે કે તેનો પડછાયો સંપૂર્ણપણે પૃથ્વીના એક ભાગને આવરી લે છે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે. જ્યારે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવતો હોઈ છે ત્યારે તેનું અંતર પૃથ્વી કરતાં વધુ હોય છે આવામાં તેનો પડછાયો નાનો હોય છે આવી સ્થિતિમાં, વલયાકાર સૂર્યગ્રહણ રચાય છે.પરંતુ હાઈબ્રીડ સૂર્યગ્રહણના સમયે પૃથ્વીથી ચંદ્રનું અંતર ન તો વધારે હોય છે કે ન તો ઓછું હોય છે તે પૃથ્વીથી એટલું દૂર છે કે તેનો પડછાયો પૃથ્વીના ખૂબ જ નજીકના વિસ્તાર અથવા સપાટી પર સમાપ્ત થાય છે ત્યારે આ હાઈબ્રીડ સૂર્યગ્રહણની પ્રક્રિયા રચાતી હોઈ છે.

Most Popular

To Top