Vadodara

SOG PI દેસાઈની ગૂમ થયેલી પત્નીને શોધવા યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરાઇ

વડોદરા: જિલ્લા એસઓજી પીઆઈ એ. એ. દેસાઈના 37 વર્ષીય પત્ની એક માસ પૂર્વેથી ગૂમ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. રાજયભરની પોલીસની મદદ લઈને ટેકનિકલ સોર્સ, જાહેરાત, સોશિયલ મિડિયા, સગાસંબંધીઓની પૂછતાછ આધારે વિવિધ પોલીસ ટીમોએ દોડધામ મચાવી છે. પીઆઈ એ.એ.દેસાઈને ઘનિષ્ઠ પુછતાછ અર્થે પોલીસ અિધકારીઓ ગાંધીનગર લઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વડોદરા જિલ્લા એસઓજીના પીઆઈ એ.એ.દેસાઈના પત્ની સ્વીટીબેન એક માસ પૂર્વે ગૂમ થઈ ગયાની જાણવાજોગ નોંધ કરજણ પોલીસ મથકે થતાં જ પોલીસ તંત્ર હચમચી ગયું છે.વડોદરા ગ્રામ્ય પોલીસ અિધક્ષક સુધીર દેસાઈએ ખુદ આજે એ ગંભીર ઘટનાને સમર્થન આપતા જિલ્લાભરની પોલીસને એલર્ટ કરી દીધી હોવાની જાણકારી આપી હતી.

ગૂમ થયેલા 37 વર્ષીય સ્વીટીબહેન એક માસ પૂર્વે મધરાત્રે કોઈકને જાણ કર્યા વગર બે વર્ષની પૂત્રીને મૂકીને ગૂમ થઈ ગયાનું ખૂદ તેમના સગાભાઈ જયદિપ મહેન્દ્રભાઈ પટેલે પોલીસને જણાવ્યું હતું. પોલીસ અિધક્ષક સુધીર દેસાઈએ મિડિયાને જણાવ્યું હતું કે, સામાજીક કારણસર પીઆઈ દેસાઈએ પત્ની ગૂમ થયાની જાણ પોલીસને કરી ન હતી. તે બાબતની તમામ કેફિયત હાલમાં પોલીસને જણાવી છે. તેથી જ લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પેરોલ ર્ફ્લો કરજણ પોલીસની સાથોસાથ ડભોઈ ડિવિઝનના ડી-સ્ટાફને પણ તપાસમાં જોડવામાં આવ્યો છે.

કરજણના તેમના રહેઠાણથી ઠેરઠેર બનાવના દિવસથી સીસીટીવીના ફુટેજ સ્થાનિક રહિશો, સગાસંબંધી, પરિચિતો, મિત્રવર્તુળની સઘન પૂછતાછ હાથ ધરાઈ છે. તદ્દઉપરાંત સોશિયલ મિડિયામાં પણ સ્વીટીબેન ગૂમ અંગે જાણકારી આપીને વધુમાં વધુ ઝડપથી શોધખોળ કરવા પોલીસની ટીમો દોડી રહી છે. પીઆઈને એસઓજીનો ચાર્જ સોંપાયા ઉપરાંત સાઈબર ક્રાઈમ અને એએસયુનો વધારાનો ચાર્જ સોંપાયો હતો. તે તમામ પદ પરથી હટાવી લેવાયા હતા અને ઘનિષ્ઠ પૂછતાછ અર્થે ગાંધીનગર લઈ જવાયા હતા.પીઆઈનો પોલીગ્રાફી તથા નાર્કો ટેસ્ટ કરાવવા ઉચ્ચ અધિકારીઓએ કોર્ટમાં અરજ સુધ્ધા કરી હોવાનું પોલીસે જ જણાવ્યું હતું.

Most Popular

To Top