વડોદરા: ખેડા જિલ્લામાં કેફી પીણુ પીવાના કારણે કેટલાક લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજ્યા હતા. ખેડા જેવી વડોદરા શહેરની નહી બને માટે શહેર એસઓજી પોલીસની ટીમ એક્શન આવી ગઇ છે. એસઓજી પીઆઇ વિવેક પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી મેડિકલની દુકાનો તપાસ કરવા માટે બે ટીમો બનાવી મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી. જોકે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં 20 જેટલી મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઇ છે. જેમાંથી કોઇ નશીલી દવા અત્યાર સુધી મળી આવી નથી.
જો કે હજુ અન્ય મેડિકલ સ્ટોરોમાં સર્ચ કરવાની કાર્યવાહી ચાલુ છે. પીઆઇ વિવેક પટેલે જણાવ્યું હતું શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી 18 મેડિકલ સ્ટોરોમાં ચેકિંગ કરાયું છે પરંતુુ કોઇ નશીલી દવા મળી આવી નથી. જોકે હજુ સુધી ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. પોે.કમિ.અનુપમસિંહે જણાવ્યુ કે, એસઓજી, ડીસીપી સહિતના વિવિધ ટીમો દ્વારા પાનના મેડિકલ સ્ટોર, દુકાનો પાનના ગલ્લામાં ચેકિંગ કરાયુંખેડા જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. જેને વડોદરા શહેર પોલીસની એસઓજી, ડીસીબી સહિતના વિવિધ ટીમો મેડિકલ સ્ટોર, દુકાનો અને પાનના પાર્લરો સહિતના દુકાનોમાં સર્ચ કરી રહી છે. જેમાંં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સાથે રાખી તપાસ કરાઈ હતી.