ઉપરોક્ત વિષય આપણે દરેક વિદ્યાર્થી કાળમાં શીખ્યા છીએ. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થી કોઈક વિશેષ આવડતને વિકસાવી ને સમાજ ઉપયોગી કાર્ય કરી શકે. આ અનુસંધાન આજના સમયમાં આપણે સહુ એ અપનાવવા જેવો છે. કેવી રીતે? ટ્રાફિકમાં હોર્ન ન વગાડવો, સિગ્નલ ન મળે ત્યાં સુધી જવાની ઉતાવળ કરવી નહી. જરૂર પડે તો પગપાળા ચાલીને જવું. બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. ગાડી હંમેશા સ્ટેટસ માટે નહીં પરંતુ જરૂરી હોય તે પ્રમાણે જ વાપરવી. લગ્નમાં બિનજરૂરી ખર્ચા ન કરવા. પ્રસંગોમાં યોજાતા જમણવારમાં થાળીમાં જોઈતી જ વાનગી લેવી.
પોતાની કોઈ એક આવડત ચોક્કસ કેળવવી. ચિંતામાં વ્યસનના નહી પરંતુ માનસિક કસરત પર વધુ ધ્યાન આપવું. પાકૃતિક સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આજીવિકા માટે જેમના માટે કામ કરીએ છીએ ત્યાં વિવેક અને પ્રમાણિકતા પૂર્વક કામ કરવું. ટીપેટીપે સરોવર ભરાય તેમ એક એક સારી ટેવો અપનાવીને નાગરિક ધર્મનું પાલન કરવું.
સુરત- સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.