નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર બ્રાઝિલના એરપોર્ટના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ગઇકાલે શુક્રવારે બ્રાઝિલના (Brazil) સાંતોસ ડુમોંટ એરપોર્ટ (Airport) પર એક એવી ઘટના બની જેનાથી એરપોર્ટ પર હજાર યાત્રીઓ અને એરપોર્ટ ઓથોરિટી ઈન્ફ્રાઅરો વચ્ચે હોબાળો થઈ ગયો. તેમજ એરપોર્ટ પર હજાર યાત્રીઓ ડિસ્પ્લે સ્ક્રીન (Display Screen) તરફ જોઈને તેમના બાળકોની આંખો બંધ કરી દીધી. કારણે કે આ ડિસ્પ્લે સ્ક્રીન પર જોત જોતમાં પોર્ન ફિલ્મો (Porn Movies) ચાલવા લાગી હતી. જેનાથી એરપોર્ટ પર હાજર રહેલા લોકો શરમમાં મૂકાઈ ગયા હતા.
જોત જોતમાં ડિસ્પ્લે પર પોર્ન ફિલ્મો શરૂ થઈ ગઈ
27 મે શુક્રવારના રોજ બ્રાઝિલના એરપોર્ટ પર એક ચોકાવનારી ઘટના બની છે. બ્રાઝિલના સાંતોસ ડુમોંટ એરપોર્ટ પર ડિસ્પ્લે સ્ક્રીન પર જાહેરાત અને એરલાઈન્સની માહિતી ચાલતી હતી. ત્યાં અચાનક ડિસ્પ્લે પર પોર્ન ફિલ્મો શરૂ થઈ ગઈ હતી. એરપોર્ટના ડિસ્પ્લે પર જોત જોતમાં પોર્ન ફિલ્મો શરૂ થતાં લોકોના રિએક્શનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જાહેરમાં ડિસ્પ્લે પર પોર્ન ફિલ્મો ચાલુ થતાં ત્યાં હાજર માતા-પિતાએ તેમના બાળકોની આંખો બંધ કરી દીધી. તો કેટલાક માતા-પિતા બાળકોથી ડિસ્પ્લે છુપાવતા જોવા મળ્યા હતા. તેમજ એરપોર્ટ પર હાજર હાજરો યાત્રીઓ શરમમાં મુકાયા. પરતું અમુક એવા પણ લોકો હતા કે જે આ જોઈને હસતાં હતા.
એરપોર્ટ ઓથોરિટી આ મામલે શું કહેવું છે?
ત્યારબાદ લોકો દ્વારા એરપોર્ટ ઓથોરિટી આ મામલાની ફરિયાદ કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઈન્ફ્રાઅરોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે જાહેરાત અને એરલાઈન્સની માહિતી બતાવવાનું કામ તેમનું નથી. આ કામ કરવા માટેની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીએ એક કંપનીને સોંપી છે. તેથી એરપોર્ટ ઓથોરિટીએ આ ઘટનાની જાણકારી તે કંપનીને આપી દીધી હતી.
ડિસ્પ્લેને હેક કરવામાં આવી હતી?
ડિસ્પ્લે પર અચાનક પોર્ન ફિલ્મો શરૂ થવાના મામલે વધુમાં ઈન્ફ્રાઅરોનું કહેવું છે કે તેઓ આ સંદર્ભે કંપની પાસેથી જાણકારી મંગાવી હતી. હાલમાં આ મામલે તપાસ ચાલુ છે કે આ ડિસ્પ્લેને હેક કરવામાં આવી છે કે પછી તેને ભૂલથી આ ઘટના બની હતી. તે અંગેની હાલમાં તપાસ ચાલુ છે. ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી ઇન્ફ્રારોએ જેના પોર્ન ફિલ્મો ચાલતી હતી તેવી ડેસ્પ્લે સ્ક્રીનોને તાત્કાલિક બંધ કરાવી દીધી હતી.