Gujarat Election - 2022

‘મોદીને જોઇને તમને ચુંટ્યા છે, તેમનું નામ ડુબાડશો નહીં’ , કોણે કરી આવી ટકોર?

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) 156 બઠકોની જંગી લીડ સાથે ભાજપે (BJP) વિક્રમ સર્જ્યો છે. પરંતુ આ જીત ભાજપના ઉમેદવારોની નહીં માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીની (NarendraModi) લોકપ્રિયતાની હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. મતદારોએ નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને વોટ આપ્યા હોવાની ચારેકોર ચર્ચા ચાલી રહી છે ત્યારે પરિણામ બાદ સોશિયલ મીડિયામાં (Social Media) ફરતી થયેલી એક પોસ્ટે (Post) ખાસ્સી ચર્ચા જગાવી છે.

  • સોશિયલ મીડીયામાં ભાજપના જીતેલા ઉમેદવારો માટે વહેતી થયેલી સુચક પોષ્ટ
  • પ્રજાએ ભાજપના ઉમેદવાર કે સ્થાનિક નેતાઓને જોઈને નહીં માત્ર નરેન્દ્ર મોદીને જોઈને કમળને મત આપ્યો છે
  • ગુજરાતમાં જંગી બહુમતી ઉમેદવારોના કામો જોઇને નહીં પરંતુ માત્ર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાએ અપાવી હોવાની સ્પષ્ટતા કરતા મતદારોએ સોશિયલ મીડીયામાં પોષ્ટ વહેતી કરી
  • તમે સુધરી જાવ તો સારુ. નહીં તો તમારા પાપે પ્રજાને મોદી જેવા પ્રધાનમંત્રી ખોવાનો વારો આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી

પરિણામો બાદ લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે તેમાં સ્પષ્ટ કહ્યું છે, વળી ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જનતા તમારી કામગીરી જોઈને નહીં પરંતુ મોદી સાહેબની છબી, નિષ્ઠા, દેશભક્તિ, જોઈને મજબુરીમાં મત આપે છે. તમે સુધરી જાવ તો સારુ. નહીં તો તમારા પાપે પ્રજાને મોદી જેવા પ્રધાનમંત્રી ખોવાનો વારો આવશે.

મતદારોએ મોદીના નામે ભાજપના ઉમેદવારોને મત આપ્યા છે તેના માટે આવી એક બે નહી સંખ્યાબંધ પોસ્ટ સોશિયલ મીડિયામા જોવા મળી રહી છે આ જ સાબિત કરે છે કે પ્રજાએ ભાજપના ઉમેદવાર કે સ્થાનિક નેતાઓને જોઈને નહીં માત્ર નરેન્દ્ર મોદીને જોઈને કમળને મત આપ્યો છે. તેથી હવે મતદારો જીતેલા ધારાસભ્યોને લોક હિતના કામ માટે જોડાવવા માટે સીધી ચેતવણી આપી રહ્યાં છે.

અત્રે ઉલલેખનીય છે કે સુરતની 12 બેઠકમાંથી ઉધના, ચોર્યાસી, કામરેજ, વરાછા, ઓલપાડ અને પુર્વ વિધાનસભામાં ઉમેદવાર જાહેર થતાની સાથે જ ભાજપમાં જ વિરોધ શરૂ થઈ ગયો હતો. આ વિરોધના કારણે ભાજપને નુકસાન થશે તેવી ગણતરી થઈ રહી હતી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોદી મેજીકથી ભાજપે અત્યાર સુધીમાં સૌથી સારો દેખાવ કર્યો છે.

Most Popular

To Top