બાંગ્લાદેશમાં સોશ્યલ મિડીયા ઉપર ઇસ્લામ ધર્મનું અપમાન હિંદુઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એવી વાત ફેલાતા જ તોફાનો શરૂ થઇ ગયા, જે આજે પણ અટકવાનું નામ લેતા નથી! બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે અને હિંદુઓને ગણી ગણીને નિશાન બનાવાઇ રહ્યા છે! છેલ્લા થોડા વર્ષોમાં સોશિયલ મિડીયાનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે અને આંખના પલકારામાં મેસેજો અનેક ગૃપોમાં ફોરવર્ડ થઇ જાય છે, પણ કોઇ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા એ મેસેજની તથ્યતા તપાસવી જરૂરી હોય છે, આંખ મીંચીને ફોરવર્ડ કરવામાં આવતા મેસેજો ઘણીવાર મુશ્કેલી ઉભી કરી શકે છે!
દુ:ખદ એ છે કે આ પ્રકારની વૃત્તિમાંથી કહેવાતા બુધ્ધિજીવીઓ પણ બાકાત નથી! દરેક દેશોમાં દરેક જાતિના લોકોને રહેવાનો સમાન હક્ક છે, કોઇ પણ દેશ કોઇ એક જાતિ પૂરતો સીમિત હોતો નથી અને તેથી જ જયારે જાતિય વિરોધી ટીપ્પણી સોશિયલ મિડિયા ઉપર મુકાય ત્યારે એ કોકવાર અરાજકતા પેદા કરી શકે છે! કઇ જાતિ ખરાબ છે. કઇ સારી છે એ તમે કઇ રીતે નક્કીક રી શકો? એનું કોઇ તમારી પાસે પરિમાણ છે? દરેક જાતિમાં સારા-ખરાબ માણસો તો હોવાના જ, પણ તેથી આખી કોમ ખરાબ છે એવી ધારણા કરવી અતિશયોકિત હશે! તેથી સોશિયલ મિડીયાનો ઉપયોગ જાતિ કે ધર્મ વિષયક ટીપ્પણીઓને બાકાત રાખી કરાશે તો તે વધુ ઉચિત રહેશે!!
સુરત – ભાર્ગવ પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.