વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી, કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા યાર્ડથી આદર્શ નગર દિલ્હી માટે 24 જનરલ કોચમાં 240 ટન કાચા કેળા મોકલવામાં આવ્યા હતા.જેમાંથી રૂ.3.47 લાખની આવક પ્રાપ્ત થઈ. ડિવિઝનલ રેલવે મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે ખેડૂતોને માલની હેરફેરમાં સરળતા મળે અને તત્કાળ તેમને સલામત પરિવહન મળશે. આ અધિકારીઓના સક્રિય પ્રયાસોને વધુ વેગ મળ્યો અને વિભાગને કિસાન રેલ મારફતે 240 ટન કાચા કેળાં મોકલવામાં સફળતા મળી.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ડિવિઝન દ્વારા 05 કિસાન રેલવેનું સંચાલન કરવામાં આવ્યુ છે, જેના દ્વારા દિલ્હી માટે કુલ 2400 ટન કાચા કેળા મોકલવામાં આવ્યા છે. આમાં, વિભાગને અત્યાર સુધીમાં રેલવેને કુલ આવક 66.84 લાખ રૂપિયા થઈ છે.
અત્યાર સુધીમાં 2400 ટન કાચા કેળા ટ્રેન દ્વારા વડોદરા થી દિલ્હી મોકલાયા
By
Posted on