Charchapatra

તો, પિતૃગૃહ છોડયાનું દુ:ખ ન રહે

માગસર મહિનો ચાલે છે. લગ્ન, જનોઇ, શુભ કાર્યોનાં મુહૂર્તો નીકળે જ. આપણું જીવન સંજોગ તેમજ સમયના ધસમસતા પ્રવાહ સમું છે. સુરેશ દલાલે સુંદર વિચાર રજૂ કર્યો છે. ‘સુખ કયાંય પલાંઠી વાળી નિરાંતે બેસતું નથી, આજે આવ્યું અને (કહ્યા વિના) કાલે જતું રહે, એટલું ચંચળ છે’ મા, બાપ, ઘર કુટુંબનો નાતો તોડી કન્યા સાસરે સિધાવે ત્યારે કરુણ સ્વરોમાં વિદાય ગીતો ગવાય જેવા કે બાબુલ કી દુવાયે લેતી જા, જા તુજકો સુખી સંસાર મીલે. આ સાંભળી પથ્થર હૃદયનો બાપ પણ કંપી ઊઠે. તમારી દીકરી બીજાને ઘેર કુટુંબમાં વહુ અને તમારે ત્યાં વહુ બની આવેલ અન્ય કુટુંબની દીકરી પણ વ્હાલનો દરિયો જ જેમ વિદાય ગીતો રચાયાં છે તેમ સાસરામાં પગરવ પાડતી વહુ માટે સુધ્ધાં આનંદ ઉલ્લાસનો વધામણાં મંગળ ગીતો જરૂરી. તેમ થતાં પિતાનું ઘર, સર્વસ્વ છોડી આવેલ દીકરીનો મૂડ નવા વાતાવરણમાં ખીલી ઊઠે. પિતૃગૃહ છોડવાનું દુ:ખ ન રહે.
સુરત     – કુમુદભાઇ બક્ષી  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

એક પોષ્ટકાર્ડનું મૂલ્ય જીવન બદલી નાંખ્યું, નોકરી મળી ગઇ
ભારતનું ટપાલ ખાતું સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પોષ્ટ ઓફિસો, કર્મચારીઓ ધરાવતું ખાતું છે. પોષ્ટકાર્ડ, અંતરદેશી, કવર, રજીસ્ટર્ડ, સ્પીડ પોસ્ટ, પાર્સલ એક સ્થળેથી બીજે સ્થળે મોકલવાની સુંદર કામગીરી સહિત નાગરિકોની બચત ખાતા (સાદું, સુકન્યા સમૃધ્ધિ યોજના, રીકરીંગ, પી.પી.એફ., ટી.ડી., એન.એસ.સી., કે.વી.પી., એમ.આઇ.એસ.) વગેરે ખોલાવી બચત કરતાં પણ શીખવે છે. આવા મૂલ્યવાન ખાતાને વર્ષો પહેલાં એક શિક્ષિત યુવતી નાનકડો પોષ્ટકાર્ડ લખે છે. નોકરી મેળવવા તે પત્ર મહાન, દીર્ઘદ્રષ્ટા, દુરંદેશી, દાનવીર જે.આર.ડી. ટાટાને મળે છે. તેઓ એ યુવતીને ઇન્ટરવ્યુમાં બોલાવે છે તે યુવતી તે આઇ.ટી. ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિનાં મહાન ધર્મપત્ની સુધા મૂર્તિ મિત્રો, પોષ્ટકાર્ડનું આજે પણ અદ્‌ભુત, અનન્ય મૂલ્ય છે.

આપણે ધૂમકેતુની વાતો અલી ડોસો, કોચમેન અને મહાન કવિવર રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પોષ્ટ ઓફિસ વિશે જાણીએ છીએ. પત્રો દ્વારા કોઇ દુ:ખી, હતાશ, નિરાશ, બિમાર સ્વજનને પ્રેરક પત્ર લખી આશાપેશ, હૂંફ આપી શકાય. વડીલ, સીનીયર સીટીઝન મિત્રોની જેમ આ લખનાર પણ નિતાંત રોજ પાંચ પત્રો લખી જીવંત સુખ દુ:ખમાં સહભાગી રહે જ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુથી માંડી મહાન રાજનેતાઓ, સાહિત્યકારો, પત્રો લખતા રહ્યા છે. પરદેશમાં પણ એવું દૈનિકપત્રોમાં આગવું સ્થાન કોલમ રહે જ છે. આપણી જે પણ સમસ્યાઓ હોય જાહેર જીવનને લગતી તે રાષ્ટ્રપિત, વડા પ્રધાન, મુખ્યમંત્રી, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરોને લખીને આજે પણ પહોંચાડી શકાય છે. હવે તો ટપાલ ખાતું સોનું, મીઠાઇ, ગંગાજળ, સાબુ પણ વેચે છે. સામાન્યત: આપણા યુવા મિત્રો, વોટસઅપના માધ્યમ દ્વારા સંદેશાઓની આપ લે કરે છે.
સુરત- ભગુભાઇ પ્રે. સોલંકી  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top