Trending

VIDEO: પહાડ પર ટ્રેકિંગ કરતા 10 લોકો પર અચાનક બરફનો પહાડ તુટીને સુનામીની જેમ ધસી આવ્યો

કિર્ગિસ્તાન: માનવી એમ તો પ્રકૃતિને ઘણીવાળ હળવાશમાં લેતો હોય છે. પરંતુ પ્રકૃતિ જ્યારે રોદ્ર સ્વરૂપ દેખાડે છે ત્યારે તેનાથી કોઈ બચી શકતું નથી. આવો જ એક વીડિયો (video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો બરફના હિમપ્રપાતનો (Snow Fall) છે. જેમાં એક વ્યક્તિ જીવ જોખમમાં મૂકીને બરફની સુનામીનો વીડિયો ઉતારી રહ્યો છે.

પહાડો પરથી બરફ પૂર ઝડપે નીચે ધસી આવે તે ઘટનાને હિમપ્રપાત કહેવામાં આવે છે. આવી જ એક ઘટના કિર્ગીસ્તાનના પહાડોમાં બની હતી. સામાન્ય રીતે કુદરતના ખોળામાં આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે પરંતુ આ વખતે ખાસ વાત એ હતી કે એક યુવકે ઊંચાઈ પરથી નીચેની તરફ ધસી આવતા બરફના પહાડને કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલ આ વીડિયો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સફેદ બરફની ચાદર સુનામીની જેમ નીચેની તરફ ધસમસતી આવી રહી છે. એક માહિતીના આધારે આ ઘટના કિર્ગિસ્તાનના (Kyrgyzstan) તિયાન શાન પર્વતમાળાની (Mountain) હોવાનું સામે આવ્યું છે. યુનિલાડ વેબસાઈટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં આ સમગ્ર ઘટના અંગે માહિતી આપવામાં આવી છે. 10 પર્વતારોહકોનું ગ્રુપ તિયાન શાનની પર્વતમાળા પર ચઢી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી. પહાડ પર વાતાવરણ ચોખ્ખું હતું ત્યારે છેક ઊપરથી બરફના પહાડનો એક ભાગ તૂટ્યો હતો અને ખૂબ જ ઝડપથી નીચેની તરફ આવ્યો હતો. સુનામીની સ્પીડે બરફના પહાડને પોતાની તરફ આવતા જોઈ મોત જોયા જેવો અહેસાસ થાય પરંતુ પર્વતારોહક પૈકીનો એક યુવક હેરી શિમી ગભરાયો નહોતો અને છેક સુધી કુદરતની આ કરામતને પોતાના કેમેરામાં કેદ કરી હતી.

એક માહિતીના આધારે જ્યારે આ 10 ક્લાઈમ્બર્સનું ગ્રુપ પહાડો પર જઈ રહ્યું હતું ત્યારે તેમને બરફ તૂટવાનો અવાજ સંભાળાયો હતો. ત્યારે અચાનક બે પહાડો વચ્ચેથી બરફની ચાદર પહાડથી છૂટી પડી તેમની તરફ સુનામીની જેમ ધસી આવી હતી. હેરી શિમિએ ત્યારે પોતાના ફોનમાં આ અદભૂત નજારો કેદ કરવાનું વિચાર્યું. વીડિયો લેવા માટે તેના ગ્રુપે જીવ જોખમમાં મૂકવો પડે તેમ હતું. છતાં તેણે આ સાહસ ખેડ્યો. 

સોશિયલ મીડિયા પેજ વાયરલ હોગ દ્વારા શિમિએ કહ્યું કે ફક્ત બરફની સુનામીને જોવા માટે તેમણે નજીકમાં એક આશ્રયસ્થાન જવું પડે તેમ હતું પરંતુ ત્યાં ખડકની ધાર હોવાથી બચવાનો કોઈ વિકલ્પ નહોતો. ત્યાર બાદ શિમિ એક પથ્થરની પાછળ છુપાઈ ગયો હતો અને આ અદભૂત દ્રશ્યો તેણે કેમેરામાં કેદ કર્યા હતા. આ દ્રશ્યો જ્યારે કેદ કરી રહ્યો હતો ત્યારે બરફની સુનામી તેની ઉપરથી ધસી ગઈ હતી. અને આ તમામ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના બાદ શિમિને કહ્યું કે આ ઘટનામાં મને કોઈ ઈજા પહોંચી નથી. થોડી ઉલટીઓ થઈ હતી. મારા ગ્રુપના સભ્યોને નાની મોટી ઈજા પહોંચી હતી. અમે બધા સુરક્ષિત છીએ. શિમીએ વધુમાં કહ્યું કે અમને પછીથી સમજાયું કે અમે કેટલા નસીબદાર છીએ. જો અમે અમારી મુસાફરીમાં બીજી 5 મિનિટ આગળ વધ્યા હોત તો કદાચ તો અમે બધા મરી ગયા હોત.

Most Popular

To Top