સુરત(Surat) : તાપી (Tapi) નદીના (River) કિનારે અશ્વનીકુમાર (Ashvinikumar) ખાતે આવેલા પાંડવ (Pandav) ઓવારા પર એક સાપ (Snake) ફસાયેલો (Trapped) મળી આવ્યો હતો. સાપ એવી વસ્તુમાં ફસાયો હતો કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. જો સમયસર તેને કાઢી ન લેવાયો હોત તો સાપે જીવ ગુમાવ્યો હોત.
અશ્વનિકુમાર ખાતે પાંડવ ઓવારે એક સાપ ઝાડીઓમાં ફસાઈ ગયેલી હાલતમાં મળી આવતા પ્રાણી પ્રેમીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. મિત્રોની મદદથી સાપ ને ઝાડીમાંથી બહાર કાઢવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહેતા પશુપ્રેમીઓએ ફાયરને જાણ કરી હતી. ફાયરે સાપનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અશ્વનીકુમાર પાંડવ ઓવારા પર એક સાપ ઝાડીઓમાં ફસાયેલો હતો. તેની પર પશુ પ્રેમી સુનિલની નજર પડી હતી. રીક્ષાવાળા સુનિલ શર્માએ પોલીસ કંટ્રોલ અને સુરત મનપાને આ અંગે જાણ કરી હતી. આખરે ફાયરની મદદથી સાપનો જીવ બચાવવામાં તે સફળ રહ્યો હતો.
ફાયરના જવાનોએ કહ્યું હતું કે સાપ ઝાડીઓમાં ફસાઈ ગયો હતો. પાણીમાં રહેતો સાપ હતો. મદદ નહીં મળી હોત તો કદાચ જીવ ગુમાવી દીધો હોત. જાગૃત નાગરિક સુનિલને લીધે લઈ પ્રાણીઓ અને પક્ષીઓ ના જીવ બચાવવામાં ફાયર હમેંશા સફળ રહે છે.
સુનિલભાઈ શર્મા (ઇમરજન્સી ઓટો રીક્ષા ના ફાઉન્ડર) એ જણાવ્યું હતું કે હું તો મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અચાનક પાંડવ ઓવારે નદીના પાણીમાં સાપ તફડી રહ્યો હતો. તપાસ કરતા ખબર પડી હતી કે નદીના પાણીમાં એક સાપ ઝાડીઓમાં ફસાઈ ગયો હતો. સાપ થાકી ગયો હોય એમ લાગતું હતું. મિત્રો સાથે ઘણી કોશિષ કર્યા બાદ પણ સાપને બહાર કાઢી શક્યા ન હતા. જેને લઈ આખરે પોલીસ કંટ્રોલ ને જાણ કરી હતી. જોકે કોઈ સહકાર મળ્યો ન હતો. આખરે પાલિકાના કટ્રોલ રૂમમાં ફોન કરતા ફાયર વિભાગ સાથે વાત થઈ હતી. એક કલાક બાદ ફાયરના જવાનો દોડી આવ્યા હતાં અને નદીમાંથી ઝાડીઓમાં ફસાયેલા સાપને બચાવી લીધો હતો.