SURAT

‘સાહેબ મારી પત્નીને સાપ કરડ્યો છે’, કહી યુવક પત્ની સાથે રેસલ વાઈપર સાપ લઈ સિવિલ આવ્યો

સુરત: ‘સાહેબ આ સાપે મારી પત્નીને આંગળી પર ડંખ માર્યો છે કઈ થશે તો નહીં ને સારવાર કરો’, કહી ઓલપાડનો યુવક સાપ લઈ પત્ની ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવતા ડોક્ટરો અને પરિચારિકાઓના રુંવાડા ઉભા થઇ ગયા હતા. જોકે ડોક્ટરોએ રેસલ વાઈપર નામના પ્રજાતિના સાપનું બચ્ચું હોવાથી ઝેર ની અસર એટલી નહીં હોય એમ કહેતા પરિવારે રાહત અનુભવી હતી. એટલું જ નહીં પણ મહિલાને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખી ને સારવાર ચાલુ રાખવી પડશે એમ તબીબોએ કહ્યું હતું.

જ્યોત્સના બેન પટેલ ને પોતાના જ ખેતરમાં કામ કરતી વખતે સાપે ડંખ મારતા પરિવાર દોડતું થઈ ગયું હતું. રાજેશ પટેલ (પીડિત જ્યોત્સના બેનના પતિ) એ જણાવ્યું હતું કે તેઓ L&T માં સુપર વાઇઝર તરીકે કામ કરે છે. અચાનક ફોન આવ્યો ને જાણ થઈ કે પત્ની જ્યોત્સનાને ખેતરમાં સાપ કરડ્યો છે.

બસ દોડીને ઘરે આવ્યો ને તરત 108ને જાણ કરી પણ 108 આવી નહી એટલે પોતાની કારમાં જ પત્ની અને મરેલા સાપને લઈ સુરત સિવિલ આવી ગયો હતો. અહીં સાપ ને જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ હતી. ડોક્ટરોએ કહ્યું ગભરાવવાની જરૂર નથી ચિંતા ન કરો કઈ નહીં થાય.

વધુમાં જણાવ્યું હતું કે સાહેબ મારા લગ્ન ને 16 વર્ષ થઈ ગયા છે ત્રણ દીકરીઓ છે. આજે સવારે પત્ની જ્યોત્સના ઘર બાજુમાં આવેલા ખેતરમાં ચાલતી તુવેરની વાવણીમાં કામ કરવા ગઈ હતી. બસ આંગળી પર કઈ કરડી જતા દોડીને ઘરે આવી હતી. પરિવારે ને વાત કરતા પરિવારના સભ્યો ખેતરમાં ગયા હતાં. જ્યાં સાપનું બચ્ચું જોઈ મારી નાખ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક સારવાર આપી 108 અને મને જાણ કરી હતી.

ડોક્ટરોએ કહ્યું હતું કે તપાસ કરતા સાપ રેસલ વાઈપરનું બચ્ચું હોય એમ કહી શકાય છે. હાલ પ્રાથમિક સારવાર શરૂ કરી દેવાય છે. કેટલાક સેમ્પલ લેબમાં મોકલાયા છે. હાલ દર્દીની તબિયત પણ સાધારણ છે. 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે, જોકે સાપ ના બચ્ચા ને લઈ આવ્યા એ ખૂબ જ સારી બાબત કહેવાય એના પરથી જ સારવાર નક્કી થતી હોય છે. જેવા પ્રકારનો સાપ એવી સારવાર એમ કહીએ તો ચાલશે. પરંતુ થેલીમાંથી સાપ નું બચ્ચું કાઢી ને બેડ પર મુક્ત જ રુવાતા ઉભા થઇ ગયા હતા.

Most Popular

To Top