વલસાડ : વલસાડ (Valsad) સિટી પોલીસ સ્ટેશનની (Police Station) સામે આવેલી એક ચાની દુકાનમાંથી રાત્રિ દરમિયાન તસ્કરોએ (Smugglers) દુકાનનું શટર ઊંચુ કરીને રૂ.10 હજારની ચોરી કરી ગયા હતા. વલસાડ પોલીસ માટે આ શરમની વાત કહેવાય. પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ આવેલી ચાની દુકાનમાં ચોરી થતાં પોલીસના રાત્રિ પેટ્રોલિંગ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી વિસ્તારમાં તસ્કરોએ તો પોલીસની ઊંઘ હરામ કરી નાંખી છે. જ્યાં જોઈએ ત્યાં તસ્કરો બેફામ બની ચોરી કરી રહ્યા છે. પણ પોલીસ આજ દિન સુધી એક પણ તસ્કરને પકડી પાડવામાં સફળ રહી નથી, જેથી પોલીસ ઉપર જ આંગળી ઉઠી રહી છે.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનની સામે આવેલી મોર્યા રાજ રેસ્ટોરન્ટ નામની ચાની રાજમોરીયા દુકાન ચલાવે છે. ગતરાત્રે તસ્કરોએ સિટી પોલીસ સ્ટેશનની સામે આવેલી આઠ જેટલી દુકાનો તમામના દુકાનના તાળાં તોડવાની કોશિષ કરી પણ સાતમાંથી કંઈ ન મળ્યું હતું. જ્યારે ચાની દુકાનનું શટરનુ ઊંચું કરી અંદર પ્રવેશ કરીને રૂ. 10,000 ની ચોરી કરી ગયા હતા. ત્યારબાદ તસ્કરો બહાર નીકળીને વરસાદ પડતો હોય પોતાના કપડાં ભીંજાયા હોય તે નિચવીને પહેરીને નીકળી ગયો હતો. પોલીસ માટે શરમની વાત છે એક બાજુ 100 મીટરના અંતરે વલસાડ સિટી પોલીસ ચોકી આવેલી છે અને બીજી બાજુ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ લઈ ચોરને પકડવાની તજવીજ હાથ ધરી છે.
બીલીમોરાથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા
બીલીમોરા : બીલીમોરા પોલીસે બુધવારે વાઘરેચ માર્ગ ઉપર રૂપિયા ૪૮ હજારનાં વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સહિત રૂપિયા ૫.૫૮ લાખનાં મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. અને ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
બાતમીના આધારે વાઘરેચ નાકા માર્ગ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી સ્વીફ્ટ ડિઝાયર કાર નં. જીજે ૧૫ સીડી ૧૦૪૧ ને રોકી તલાશી લેતા ૭ પૂંઠાનાં બોક્ષમાં નાની મોટી વિદેશી દારૂની કુલ બોટલ નં. ૨૬૪ કિંમત રૂ.૪૮ હજાર, કાર રૂ.૫ લાખ, મોબાઈલ રૂ.૧૦ હજાર મળી ૫,૫૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને આરોપી પાર્થ શશીકાંત લાડ (૨૫ રહે. બાલાજી નગર, આંતલીયા) અને જય મહેશકુમાર રાવલીઆ (૨૬ શાંતિ નગર બીલીમોરા)ની ધરપકડ કરી હતી. જ્યારે તેજસ નરેશ પટેલ (રહે. વાપી), કાર્તિક મનોજ પટેલ (રહે.ડુંગરી) અને ધનસુખ ઉર્ફે મંગુ ટંડેલ (રહે. વાઘરેચ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસ બીલીમોરા પીઆઇ ટી એ ગઢવી કરી રહ્યાં છે.