ક્રિકેટર બનવાનું સ્વપ્ન સાચું બનશે કે નહીં તે તેને ખબર નહોતી. એના પિતા એક સ્પોર્ટસ માટે ઉત્સાહી હતા. ને દિકરીનાં ક્રિકેટ પ્રેમને પ્રોત્સાહન આપતા હતા. વર્ષો પહેલાં છોકરાઓ સાથે શેરીમાં – મહોલ્લામાં ક્રિકેટ રમવા મોકલતા તો માતા-પિતાને વડીલોનું ગમે તેવું સાંભળવું પડતું. પિતા હિંમત હારતા નથી, તાલીમ માટે ત્રીસ પાંત્રીસ કિમી દૂર જવું પડતુ હતું. સ્પોર્ટસ કિટ, બેટ, શુઝ ખરીદવાના પૈસા નહોતા. જૂની બેટ જ વાપરવી પડતી. એના મનમાં ક્રિકેટ મારૂ જીવન છે એ જ છવાયેલું રહેતું. સફળ થવા લોકલ, જિલ્લા અને રાજ્ય કક્ષાની મેચોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાબિત કરવું પડતું. પાછળથી પંજાબ ટીમમાં પ્રવેશ મળ્યો પછી તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ પણ એને પાછળથી મોકલવામાં આવતી. 2017 માં મહિલા વર્લ્ડ કપમાં નોંધપાત્ર રન કર્યા. ને દેશને ફાઈનલ સુધી પહોંચાડ્યું. ધોનીની જેમ સફળ ટીમ સંચાલન કરી બતાવ્યું. ભારતીય મહિલા ક્રિકેટને વિશ્વભરમાં નવી ઓળખ અપાવી. તેણીને સાબિત કર્યું છે કે જો તમારામાં હિંમત, મહેનત અને પ્રયત્નો કરવાની ઉત્કંઠા હોય તો તમે સફળ થઈ શકો છો. આપણા દેશને પ્રથમ મહિલા ક્રિકેટ વિશ્વકપ જીતાડવા માટે અઢળક અભિનંદન.
તાડવાડી, સુરત- રમિલા બળદેવભાઈ પરમાર