Charchapatra

એસએમસીના બગીચાને પોલીસ કઈ રીતે તાળું મારે?

ગઈકાલના (26 મે) ગુ.મિત્રમાંના દિલ્હીના કૂતરા સાથે ફરતા IAS ઓફીસરના સમાચારના સંદર્ભમાં, સૂરતના ઓફીસરો પણ ઓછા નથી. કહેવાય છે કે પોલીસ વિભાગના કોઈ અધિકારીના ચાલવાના સમયે ચોપાટી બાગની પાછળના રીવર ફંટ પરથી લોકોને હાંકી કઢાય છે, અને યુગલોને અપમાનિત પણ કરવામાં આવે છે તથા તેમની પાસે પૈસા પણ પડાવાય છે. વધુમાં, બાગનો નદી તરફ પડતો દરવાજો સાંજે 7 વાગ્યે બંધ કરાવી દેવાય છે. યુવાનો બીજા કોઈને તકલીફ આપ્યા વિના મઝા કરતા હો તો પણ તેમને ભગાવી દેવાય છે.

એકાદ બે અધિકારીને લીધે વાતાવરણ સ્મશાનવત્ત થઈ જાય છે. અહીં પ્રશ્ન એ થાય કે રીવર ફ્રંટ કોના પૈસાથી કોને માટે બનાવાયો છે. પોલીસને, SMCના તાબામાં આવતા બગીચાને તાળું મરાવવાનો હકક કેવી રીતે મળે ? પોલીસને યુગલોના જાહેર વર્તન સામે વાંધો હોય તો SMCને વધારે અને મોટી લાઈટ મુકવા જણાવે, પરંતુ પ્રજાને હેરાનગતિ કરવાનો પરવાનો નથી મળી જતો. તે જ રીતે, નિર્દોષ યુવાન મિત્રો સામે બહાદૂરી બતાવવા કરતાં ખરેખર દારૂ કે ડ્રગના બંધાણીઓને પકડે તે ઈચ્છનીય છે.
સુરત     – ડી.વી.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top