SURAT

SMCમાં કોન્ટ્રાકટ પર ચાલતી એમ્બુલન્સના ડ્રાઈવરનો ચાર દિવસ બાદ ખોલવડ નદીમાંથી મૃતદેહ મળ્યો

કામરેજ: (Kamrej) સુરત મહાનગર પાલિકામાં (Surat Municipal Corporation) કકટ પર ચાલતી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચાર દિવસ થી ગુમ (Missing) થઈ ગયેલા આધેડનો મૃતદેહ ખોલવડ તાપી નદીના (Tapi River) પાણીમાંથી મળી આવ્યો હતો.

  • સુરત મહાનગર પાલિકામાં કોન્ટ્રાકટ પર ચાલતી એમ્બુલન્સ પર ડ્રાઈવરની નોકરી કરતા આધેડનો ચાર દિવસ બાદ ખોલવડ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો
  • પરિવારના સભ્યો શોધખોળ કરતા કોઈ જગ્યાએ ભાળ ન મળતા આખરે લીંબાયત પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી

મુળ મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના લામકની ગામના વતની અને હાલ સુરત લીંબાયત નીલગીરી સર્કલ પાસે સાંઈપૂજન રેસીડન્સીમાં મકાન નંબર એ 404 માં અશોકભાઈ પંડીતભાઈ સેલાર (ઉ.વ.47) જેઓ સુરત મહાનગર પાલિકામાં કોન્ટ્રાકટ પર એમ્બ્યુલન્સ પર ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતાં. ચાર દિવસ અગાઉ સવારે 6.00 કલાકે ઘરે કોઈને પણ કહ્યા વગર મોબાઈલ ફોન ઘરે મુકીને જતાં રહ્યા હતાં. પરિવારના સભ્યો પર એમ્બ્યુલન્સના કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો ત્યારે ખબર પડીને અશોકભાઈ નોકરી પર ગયા નથી. જેથી પરિવારના સભ્યો શોધખોળ કરતા કોઈ જગ્યાએ ભાળ ન મળતા આખરે લીંબાયત પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

બુધવારના રોજ સાંજે કામરેજ ના ખોલવડ ગામની હદમાં વાત્સલ્યધામના કમ્પાઉન્ડના પાછળના ભાગે તાપી નદીના કિનારે અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસે મરનાર ઈસમના ખીસ્સામાંથી મહાનગર પાલિકામાં ચાલતા કે.ડી.દેસાઈ ઓન કોન્ટ્રાકટ લખેલો આઈ કાર્ડ મળી આવતા ઓળખ થતાં પોલીસે પરિવારને જાણ કરી હતી. અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે આધેડ અશોકભાઈના મોત અંગે તપાસ કરી રહી છે.

નવાગામ ખાતે કામ કરતા આધેડને છાતીમાં દુખાવો થતાં નીચે પડી જતાં મોત નીપજયુ
કામરેજ: નવાગામ અમૃત ઉદ્યોગનગરમારતા આધેડને અચાનક છાતીમાં દુખાવો થતાં નીચે પડી જતાં મોત નીપજયુ હતું. મુળ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ફીકરી ગામના વતની અને હાલ પલસાણાના હરીપુરા ગામે વિધાતા ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-1 માં ચેઈન બનાવવાની ફેકટરીમાં રહીને કામ કરતા મનહરભાઈ પ્રતાપભાઈ ચૌહાણ(ઉ.વ.49) બુધવારના રોજ સવારે 8.00 કલાકે કામરેજ તાલુકાના નવાગામ ખાતે અમૃત ઉદ્યોગનગર ખાતે મશીન ફીટીંગ કરવા માટે જવાનુ પરિવારના સભ્યોને કહીને નીકળ્યા હતા.સવારના 10.30 કલાકે કામ કરતા છાતીમાં દુખાવો થતાં અચાનક નીચે પડીને બેભાન થઈ જતાં સારવાર માટે કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતાં મોત નીપજયુ હતું. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top