સુરત : સુરત મનપા (SMC) દ્વારા ગાર્ડનોને (Garden) પીપીપી (PPP) ધોરણે આપવાનું નક્કી કર્યુ છે. ગાર્ડનોનું ડેવલપમેન્ટ સારી રીતે થાય તેમજ મનપાનું આર્થિક ભારણ ઘટે તે માટે મનપા દ્વારા ગાર્ડનોને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મનપા દ્વારા અઠવા ઝોન વિસ્તારમાં આવેલા રવિશંકર મહારાજ ઉદ્યાન અને રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં આવેલો જ્યોતીન્દ્ર દવે ઉદ્યાનને પીપીપી મોડલ પર ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે. આ ગાર્ડન ડેવલપ કરવાની કામગીરી આવતીકાલ 18 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023 સુધી ચાલે તેવો અંદાજ છે. જેથી આ બંને ગાર્ડનોને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જાહેરત જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
- આ બંને ગાર્ડન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખાનગી એજન્સીને સોંપાતા ડેવલપ કરવાનો નિર્ણય
- મેઈન્ટેનન્સની કામગીરીમાં 11 માસ સુધી ચાલશે
- ગાર્ડન ડેવલપ કરવાની કામગીરી આવતીકાલ 18 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023 સુધી ચાલે તેવો અંદાજ
- ગાર્ડનોના મેઈન્ટેનન્સ માટે હવે તેને પીપીપી મોડથી ડેવલપ કરવાનું નક્કી કરાયું
- જાહેરત જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો
ખાસ કરીને શહેરીજનો શિયાળામાં ગાર્ડનોમાં કસરત કરવા માટે જતા હોય છે. આ બંને ગાર્ડનોમાં મોટી સંખ્યામાં લોકો શિયાળા દરમિયાન મોર્નિંગ વોક અને એક્સરસાઈઝ કરવા માટે જતા હોય છે અને હવે આવતીકાલથી ગાર્ડનો બંધ થતા લોકોને પણ હાલાકી રહેશે અને અન્ય ગાર્ડનમાં જવાનો વારો આવશે. પરંતુ ગાર્ડનોના મેઈન્ટેનન્સ માટે હવે તેને પીપીપી મોડથી ડેવલપ કરવાનું નક્કી કરાયું છે. જે કામગીરી લગભગ 11 મહિના સુધી ચાલવાની હોય, આવતીકાલથી એટલે કે, તા. 18 જાન્યુ થી 31 ડિસેમ્બર સુધી જાહેર જનતાના ઉપયોગ માટે ગાર્ડનો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થતા જ ફરીથી લોકો માટે ગાર્ડન ખોલી દેવાશે તેમ જણાવાયું છે.