SURAT

શહેરમાં રખડતા ઢોરને મનપા હવે વિનામુલ્યે ચીપ મુકી આપશે

સુરત : શહેરમાં રખડતા ઢોરના ન્યુસન્સ મામલે શહેરીજનોને પડી રહેલી હાલાકી દુર કરવા મનપા દ્વારા ગંભીરતાથી પ્રયાસો હાથ ધરાયા છે. રખડતા ઢોર પકડાય તો પ્રથમ વખત સામાન્ય દંડ બીજી વખત ડબલ દંડ અને ત્યારબાદ પાંજરાપોળમાં (Cage Floor) મોકલી આપવાની જોગવાઇ છે. જો કે આ કાર્યવાહી (Proceedings) માટે પકડાયેલા ઢોરની ઓળખ કરવી જરૂરી હોય મનપા (SMC) દ્વારા તમામ પશુઓમાં આર.એફ.આઈ.ડી. ચીપ મુકાવવાનું ફરજીયાત કરાયું છે. પરંતુ પશુના માલિકો સામેથી ચીપ મુકાવવા આવતા નથી, મનપા દ્વારા હવે જે રખડતુ ઢોર પકડાય તેને આ ચીપ મુકીને ચાર્જ માલિક પાસેથી વસુલવાનો ઉપાય અજમાવાયો છે.

રાજ્ય સરકારે સામી ચૂંટણીએ પશુપાલકોના દબાણ સામે ઝુકી
પરંતુ પશુપાલકો વિરોધ કરીને નાણા નહી ભરતા હોવાથી તેને પણ સફળતા મળી નથી તેથી હવે તમામ પશુઓને વિના મુલ્યે આર.એફ.ડી.આઇ.ડી. ચીપ મુકવા માટે આયોજન વિચારાઇ રહ્યું હોવાનુ મનપાના સુત્રો જણાવી રહ્યા છે.
રાજ્ય સરકારે સામી ચૂંટણીએ પશુપાલકોના દબાણ સામે ઝુકી જઇને રખડતા ઢોર સામેની પોલીસી પાછી ખેંચી લીધી છે. ત્યારે શહેરમાં માઝા મુકી રહેલી રખડતા ઢોરની સમસ્યા કાબુમાં લેવા મનપા દ્વારા હાલમાં જે જોગવાઇ છે તેનો કડક અમલ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે.

Most Popular

To Top