National

આ ભૂલના લીધે સ્માર્ટ ટીવીમાં થઈ શકે છે બ્લાસ્ટ

ગાઝિયાબાદ: અત્યાર સુધી સ્માર્ટફોનમાં આગ કે વિસ્ફોટના સમાચાર આવતા હતા, પરંતુ હવે સ્માર્ટ ટીવીમાં પણ આગ (Smart Tv Blast) લાગવા લાગી છે. ઉત્તર પ્રદેશના (UttarPradesh) ગાઝિયાબાદમાં (Gaziabad) LED સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થતાં 17 વર્ષના છોકરાનું મોત (Death) થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. આ ઘટના ગાઝિયાબાદના હર્ષ વિહારની છે. ઘાયલોની દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટીવીમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. ટીવીની બ્રાન્ડ વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે પરંતુ ટીવીમાં આગ કેવી રીતે લાગી અને તમારે શું સાવચેતી રાખવી તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

પાવર સપ્લાય વાયરમાં કોઈ સમસ્યા હોય ત્યારે આગ લાગે
સામાન્ય રીતે જૂના અને ખામીયુક્ત વાયરિંગ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં આગ પકડે છે. ટીવીનું પણ એવું જ છે, કારણ કે ટીવીમાં બેટરીની જેમ વિસ્ફોટ થવા જેવી કોઈ વસ્તુ નથી. આવી સ્થિતિમાં, સમયાંતરે ઘરના વાયરિંગને તપાસતા રહેવું વધુ સારું છે. કારણ કે પાવર સપ્લાય વાયરમાં કોઈ ખામી હોય ત્યારે પણ સ્માર્ટ ટીવીમાં આગ લાગી શકે છે.

સર્કિટ ઓવરલોડ હોય તો આગ લાગી શકે
જો તમે તમારા ટીવીને એક્સ્ટેંશન બોર્ડ દ્વારા ચલાવી રહ્યા છો, તો એક્સ્ટેંશન બોર્ડની ગુણવત્તા અને તેના વાયરની ગુણવત્તા તપાસવાની ખાતરી કરો. જો બોર્ડના વાયર નબળી ગુણવત્તાના હોય તો શોર્ટ સર્કિટની સમસ્યા હોઈ શકે છે. આ સિવાય ઓવરલોડના કારણે વાયરો ગરમ થાય છે અને પછી શોર્ટ સર્કિટ થાય છે.

ટીવી ખોટી રીતે રિપેરીંગ કર્યું હોય તો
જો તમે ટીવી રિપેર કરાવ્યું હોય અને રિપેર યોગ્ય રીતે ન થયું હોય, તો ટીવીમાં આગ લાગવાની સંભાવના વધારે છે. જ્યારે પણ તમે તમારી કોઈ પણ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટનું સમારકામ કરાવો, ત્યારે જાણકાર ઈલેક્ટ્રિશિયન દ્વારા જ કરાવો. કારણ કે ખોટી રીતે રિપેરિંગ થયું હોય તો પણ ટીવીમાં આગ લાગી શકે છે. આ ઉપરાંત ટીવીમાં આગ લાગવાનું એક કારણ ખરાબ કેપેસિટર પણ હોઈ શકે છે.

ટીવીને સ્ટેન્ડબાય પર નહીં રાખતા પ્રોપર બંધ કરવું જોઈએ
સામાન્ય રીતે આપણે ટીવીને સ્ટેન્ડબાય મોડમાં છોડી દઈએ છીએ જે યોગ્ય નથી. કોઈપણ ઉત્પાદનના લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી, તેને થોડા સમય માટે ઠંડુ કરવું પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી ટીવીને થોડા સમય માટે બંધ કરવું વધુ સારું રહેશે.

Most Popular

To Top