વાપી :હાલ કોમનવેલ્થ રમતોમાં (CWG ) ભારતના રમતવીરો (athletes) સારું પ્રદર્શન કરી ભારતનું( athletes) ઉપર ચમકાવી રહ્યા છે.,ખેલાડીઓ (players) ખેલાડીઓ ખાસ સ્મોલ ટાઉનમાંથી (From a small town) બહાર આવેલી પ્રતિમાઓ (Statues) છે જેઓ ખેલ જગતમાં હવે વૈશ્વિક ફલક ઉપર દેશનું નામ દુનિયામાં રોશન કરે છે.ખાસ કરીને ટ્રાઇબલ,રૂલર અર્બન વિસ્તારના યુવક-યુવતીઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે.આવી પ્રતિમાઓ પાસે યોગ્ય સંસાધનોનો પણ અભાવ હોઈ છે.ત્યારે દોડમાં વાપીના એક ગરીબ પરિવારમાંથી આવતાં 18 વર્ષિય યયુવકના પિતા રીક્ષા ચાલાક છે અને તેમની માતા ગૃહિણી છે.આ યુવાનું નામ રોહિત વિનોદ યાદવ છે.
6 વર્ષથી એથ્લેટિક્સમાં ઉચ્ચ દેખાવના પ્રયાસ
રોહિત યાદવે જણાવ્યું હતું કે તે છેલ્લા છ વર્ષથી એથ્લેટિક્સમાં ઉચ્ચ દેખાવ માટે પ્રયાસો કરી રહ્યો હતો.દોડની વિવિધ સ્પર્ધાઓ પૈકી તે રાંચી અને નડિયાદમાં 10 કિ.મી. રેસ વોકમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં તે આગામી 1 થી 6 ઓગસ્ટ સુધી કોલમ્બિયા ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ સમાચાર વાપી વલસાડ પંથકમાં ફેલાઈ જતા વાપી સહિત વલસાડ જિલ્લાનું રોહિત યાદવે ગૌરવ વધાર્યું છે.
તેંને પહેલેથી જ દોડવામાં રસ હતો
વાપીના છીરી કંચનગરમાં રહેતા 18 વર્ષીય રોહિત વિનોદ યાદવ મુળ ઉત્તરપ્રદેશમાં જન્મ્યો હતો.પહેલેથી જ તે દોડવાનો રસ ધરાવતો હતો. ધો.2થી 8 સુધી કે.પી.વિદ્યામંદિર છીરી ખાતે અભ્યાસ કર્યો હતો. ગત 2017માં ભાવનગરની ડિસ્ટ્રીકટ લેવલે સ્પોટર્સ સ્કૂલમાં એડમિશન માટે વડોદરા ટ્રેનિંગમાં તેમની પસંદગી થઇ હતી. ધો.9 અને 10માં ભાવનગરમાં કર્યા બાદ દેવગઢ બારિયાની સ્પોટર્સ સ્કૂલ સ્ટેટ એકડમી બે વર્ષ સુધી અભ્યાસ કરી ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ મધ્યપ્રદેશ,બેગ્લોર સહિત અનેક સ્થળોએ યોજાયેલી એથ્લેટિક્સની સ્પર્ધામાં તેને ભાગ લીધો હતો.
અલગ-અલગ રાજ્યોમાં તેની સિદ્ધિઓ બેમિસાલ છે
રોહિત યાદવે રાંચી અને નડિયાદમાં શ્રેષ્ઠ દેખાવના કારણે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે જેને લઇ તેનો ઉત્સાહ ખુબ બમણો થઇ ગયો હતો.ખાસ કરીને બેંગ્લોસર સ્પોટર્સ ઓફ ઇન્ડિયા બેગ્લોર ખાતે ટ્રેનિંગ લીધા બાદ 2022માં રાંચીમાં એપ્રિલમાં 10 કિ.મી. હરિફાઇ રેસ વોક ચેમ્પિશયન 2022માં બીજાક્રમે આવ્યાં હતાં. ત્યારબાદ 43.13 મિનિટની 10 કિ.મી.ની નડિયાદ ખાતેની સ્પર્ધામાં ગોલ્ડ કર્યો હતો. રાંચી અને નડિયાદમાં શ્રેષ્ઠ દેખાવના કારણે રોહિત યાદવની આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રેસ વોકમાં ભાગ લેશે. 1 થી 6 ઓગસ્ટ સુધી કોલમ્બિયા ખાતે યોજાશે જુનિયર વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં જવા તે રવાના થયો છે.
રોહિતે કયાં-કયાં અને કઈ કઈ સ્પર્ધામાં ભાગ લઇ ચુક્યો છે
રોહિત યાદવે 2019માં નેશનલ જુનિયર ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જે અંડર 16ની સ્પર્ધામાં 5000 મીટર રેસ હતી. 2019માં રાજસ્થાનમાં 5000 મીટરમાં ગોલ્ડ કર્યો હતો. 2018માં અંડર 16માં 5000 મીટરમાં છત્તીગઢ રાયપુરમાં બ્રોન્ઝ મેડલ અને 2021માં લોકડાઉનના કારણે ભોપાલમાં સારો દેખાવ કરી શક્યો ન હતો.