National

આ વર્ષે તંદુરસ્ત સામાન્ય ચોમાસું રહેશે: સ્કાયમેટ

નૈઋત્યનું ચોમાસું, કે જે દેશના કુલ વરસાદના ૭પ ટકા વરસાદ જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહેશે, એમ એક ખાનગી હવામાન આગાહીકાર સ્કાયમેટ વેધરે આજે જણાવ્યું હતું.

ઉત્તર ભારતના મેદાની પ્રદેશો, જેમની સાથે ઉત્તર પૂર્વીય ભારતના કેટલાક ભાગો જો કે આ ઋતુ દરમ્યાન વરસાદ ઓછો મેળવે તેવી શક્યતા છે એ મુજબ સ્કાયમેટે જણાવ્યું હતું. જી.પી. શર્મા, કે જેઓ સ્કાયમેટના પ્રમુખ(હવામાન) છે તેમણે જણાવ્યું હતું કે જુનથી સપ્ટેમ્બર માસ દરમ્યાન વરસાદની લાંબા ગાળાની સરેરાશ(એલપીએ) પ ટકાની વધઘટના એરર માર્જીન સાથે ૧૦૩ ટકા રહેશે.

આ તંદુરસ્ત સામાન્ય ચોમાસુ છે એમ શર્માએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વર્ષાઋતુ રહેવાની ૬૦ ટકા સંભાવના છે અને સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની ૧૫ ટકા સંભાવના છે. લાંબા ગાળાની સરેરાશના ૯૬થી ૧૦૪ ટકાની રેન્જનો વરસાદ એ સામાન્ય ગણવામાં આવે છે અને લાંબા ગાળાની સરેરાશના ૧૦૩ ટકા એ સામાન્ય રેન્જની હાયર સાઇડ પર ગણાય છે.

માસિક સ્કેલ પર જુન એ લાંબા ગાળાની સરેરાશના ૧૦૬ ટકા અને જુલાઇ ૯૭ ટકા વરસાદ મેળવે તેવી અપેક્ષા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ લાંબા ગાળાની સરેરાશના અનુક્રમે ૯૯ ટકા અને ૧૧૬ ટકા વરસાદ મેળવે એવી શક્યતા છે એમ સ્કાયમેટે જણાવ્યું હતું. શર્માએ જણાવ્યું હતું ૨૦૨૧નું વર્ષ એ સામાન્ય ચોમાસાનું સતત ત્રીજું વર્ષ હશે. છેલ્લા બે વર્ષમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે.

Most Popular

To Top