કેન્દ્રની વર્તમાન મોદી સરકાર એટલે સતત અંધાધૂંધી અને અફરાતફરીનું રાજ. આ સરકારના રાજમાં કોઈ આવડત કે ઊભી થનારી પરિસ્થિતિઓ સામે ગણતરીપૂર્વકનું કોઈ આયોજન સાત વર્ષના શાસનમાં દેખાયું નથી! ચાહે નોટબંધી હોય, જીએસટીનો અમલ હોય, લોકડાઉનની જાહેરાત હોય, કોવિડ સામેનું રસીકરણ અભિયાન હોય કે યુક્રેન- રશિયા યુદ્ધમાં ફસાયેલાં નાગરિકોને દેશમાં સમયસર પરત લાવવાનું અભિયાન હોય, દરેક બાબતમાં છબરડા અને અંધાધૂંધી 140 કરોડના દેશને શોભે એવું આયોજન અને પુખ્ત વિચારણા કયાંય દેખાતી નથી. રશિયા-યુક્રેન યુદ્ધના પડઘમ અને ભણકારા મહિનાથી વાગતા હતા તે જોતાં સરકારે યુક્રેનમાંથી આપણાં નાગરિકોને લાવવાનું તથા ક્રૂડ (પેટ્રોલ) પુરવઠા તથા અન્ય જે વસ્તુઓની અછત ઊભી થવાની શક્યતા હોય એ તમામ બાબતોની નિષ્ણાતો સાથે તલસ્પર્શી ચર્ચા અને આયોજનો કરી ત્વરિત પગલાં ભરવાં પડે, પરંતુ આ રાજમાં મોટે ભાગે અંધેર કાર્યવાહીઓ જ દેખાય છે!
સુરત – જીતેન્દ્ર પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આવડત, આયોજન કે અગમચેતી દેખાય છે?
By
Posted on