Gujarat

સૌરાષ્ટ્રના તાલાલામાં છ અને ઉનામાં પાંચ ઇંચ વરસાદ

રાજયમાં આજે દિવસ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થયો હતો. દ્વારકામાં અઢી ઇંચ, કલ્યાણપુરમાં સવા ઇંચ, ખેડાના કપડવંજમાં સવા ઇંચ, અરવલ્લીના બાયડમાં એક ઈંચ , નડિયાદમાં પોણો ઇંચ, રાણાવાવમાં પોણો ઈંચ વરસાદ થયો હતો . એકંદરે રાજયમાં હળવો વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજયમાં જુનાગઢના માંગરોળમાં 7 ઇંચ, અંજારમાં સાડા છ ઇંચ, કલ્યાણપુરમાં સાડા છ ઇંચ, માળિયામાં સાડા છ ઇંચ, તાલાલામાં સાડા છ ઇંચ, ખંભાળિયામાં સવા છ ઇંચ, ઉનામાં 5 ઇંચ, પોરબંદરમાં પોણા પાંચ ઇંચ, રાણાવાવમાં 4 ઇંચ, જોડિયામાં 4 ઇંચ, ગીર ગઢડામાં 4 ઇંચ, વેરાવળમાં 4 ઈંચ વરસાદ થયો હતો. એકંદરે રાજયના 207 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં 69 તાલુકાઓમાં 1થી 7 ઈંચ જેટલો વરસાદ થયો હતો.

ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ 48.65 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 44.99 ટકા, ઉત્તર ગુજરાતમાં 37.78 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 43.47 ટકા, સૌરાષ્ટ્રમાં 47.45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.14 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top