Business

દિવાળી પર્વની સાર્થકતા

આ વર્ષે નવલી નવરત્રીનાં ગરબા-રાસની રમઝટ પછી શરદ પૂર્ણિમાની ચાંદની રાત્રે દૂધ-પૌંવા તથા ભજીયા અને પછી ચંદની પડવાની ઘારી-ભૂસાની મીજબાની અને એટલા જ પાછળ જ આવી રહેલ દિવડાપર્વની રોશનીવાળી દિવાળી એ સૌ કોઇનો માનીતો અને જીવનમાં ઉલ્લાસ-ઉમંગભરી દેતો અતિલોકપ્રિય તહેવાર છે. આ તહેવાર પૂર્વે ઘર-બંગલા-ઓફીસ દુકાનની સાફસફાઈ અભિયાન મહત્વપૂર્ણ રહે ચે.આ દ્વારા આ બધું જ સ્વચ્છ-સુઘડ અને વ્યવસ્થિત થઇ જાયછે, પરંતુ આ અભ્યાન સાથે જે નકામી જુની વસ્તુઓ-રમકડાં કપડાં-બેગસ વિગેરે માત્ર ભંગારમાં ન આપતા, કોઇક જરૂરતમંદ ગરીબ પ્રજાજનોમાં આપીએ તો એક પ્રજાજોગ ઉમદા સેવાકીય કાર્ય ગણી શકાય છેઆબધી જૂની પરંતુ ફરી ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ કોઇક સંસ્થા –કેન્દ્ર- સુરત મહાનગરપાલિકાની નક્કી કરેલી જોન ઓફીસમાં પણ સેવાય છે.  આથી આ પ્રકલ્પનો સંકલ્પ કરો અને દિવાળી પર્વની સાર્થકતા માણો.  બીજું દિવાળી પર્વની ઉજવણીમાં ફોડાતા ફટાકડા અંગે બાળકોની ખાસ કાળજી વડીલો ચોક્કસ લેજો. જેવી દાઝવાનાં અકસ્માત નિવારી શકાય. સૌને Happy Diwali એન્ડ Prosperous New Year.
સુરત – દિપક બંકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિકાસ યોજનામાં એક નવી તક
દુનિયાના દેશો શાંતિની વાતો તો ઘણી કરે ચે, પણ વિશ્વકલ્યાણ અને વિકાસના વિષય પર એટલા ગંભીર નથી. પૃથ્વી પર કુલ માપ મુજબ એક ભાગજમીનની સામે ત્રણ ભાગ પાણી કુદરતે આપ્યું છે. હવે આગળ વધેલા વૈજ્ઞાનિક મિકેનિઝમે વિકાસ યોજના માટે એક નવી તક પૂરી પાડી છે, જેને ઇલેકટ્રોલાઈઝર્સ કહેવાય છે, તેમાં જે પ્રક્રિયા કરવામાં આવે છે તે મુજબ પાણીમાંથી હાઈડ્રોજન અને ઓકસીજનને છૂટા પાડવામાં આવે છે તે હાઈડ્રોજન ઉર્જાની જરૂરતને પૂરી પાડે છે. અને ગ્રીન હાઈડ્રોજન ઇલેકટ્રોલાઈઝર માર્કેટ દ્વારા મબલખ કમાણી અને વિકાસ માટેના દરવાજા ખોલી દે છે. ભારત સરકારે પણ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેકટ બેન્ચ કરી દીધો છે.

ડી.આર.આઈ. સ્ટીમલ મેકીંગમાં ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરીને અને લીલા એમોનિયા અને મેથોેપોલનું ઉત્પાદન થઇ શકે છે. જેનાથી એક વિશાળ ઇલેકટ્રોલાઈઝર માર્કેટ સ્થપાયચે. જે એશિયન દેશોમાં ગેમચેન્જર સાબિત થાય તેમ છે, આ ક્ષેત્ર વિશ્વને ડીકાબોર્નાઈઝડ કરવા માટે મહત્વપૂર્ણ પાસું સાબિત થશે. એક મોટી વૈશ્વિક માર્કેટ દ્વારા આગમી પચ્ચીસ વર્ષમાં એખસોએંશી અબજ ડોલરે જઇ પહોંચસે નવી દિશા મળી છે.
સુરત – યુસુફ એમ ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top