Entertainment

6 ફેબ્રુઆરીએ નહીં થાય સિદ્ધાર્થ-કિયારાના લગ્ન, જાણો જેસલમેરમાં કઈ તારીખે લેશે સાત ફેરા

નવી દિલ્હી: બોલિવુડ કપલ (Bollywood Couple) કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રાના (Siddharth Malhotra) લગ્નને (marriage) લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. અપડેટ અનુસાર બોલિવુડ કપલ કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 6 ફેબ્રુઆરીએ થશે નહીં. જાણીને તમને પણ ઝટકો લાગ્યો હશો. કિયારા અને સિદ્ધાર્થના ચાહકોને થતું હશે કે આજથી તો તમામ રસમો શરૂ થઈ ગઈ છે તો સિદ્ધાર્થ અને કિયારા કયા દિવસે સાત ફેરા લેશે?

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન ક્યારે થશે?
તમે અત્યાર સુધી વાંચ્યું અને સાંભળ્યું હશે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ હાથ પકડીને સાત ફેરા લેશે પરંતુ, લેટેસ્ટ અપડેટ મુજબ કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં, પરંતુ 7 ફેબ્રુઆરીએ થશે. 7 ફેબ્રુઆરીએ જ, સિદ્ધાર્થ અને કિયારા જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લઈને કાયમ માટે હમસફર બની જશે. લગ્નના એ જ દિવસે કપલ એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.

કિયારાના હાથ પર આજે મહેંદી લગાવવામાં આવશે
સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની નવી તારીખની સાથે તેમના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ પણ સામે આવી ગયું છે. લવ બર્ડ્સ સિદ્ધાર્થ અને કિયારાની મહેંદી સેરેમની આજે થવા જઈ રહી છે. ખૂબસૂરત કિયારા આજે તેના પ્રિય સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે મહેંદીથી તેના હાથને લગાવશે.

હલ્દી-સંગીતની સેરેમની ક્યારે થશે?
તમને સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન, રિસેપ્શન અને મહેંદીની તારીખો વિશે જણાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ કપલના સંગીત અને હલ્દીની. આ અગાઉ એવા અહેવાલ હતા કે કિયારા અને સિદ્ધાર્થની હલ્દી અને સંગીત રસમ 5 ફેબ્રુઆરીએ થશે. પરંતુ હવે નવી માહિતી મુજબ 5 ફેબ્રુઆરીએ માત્ર મહેંદી ફંક્શન જ યોજાશે. 6 ફેબ્રુઆરીના રોજ સંગીત અને હલ્દીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને ત્યાર બાદ 7 ફેબ્રુઆરીએ લગ્ન અને રિસેપ્શન પાર્ટી હશે.

લગ્નમાં કરણ-શાહિદ સહિત આ બોલોિવુડ સ્ટાર્સ પહોંચ્યા
કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં હાજરી આપવા માટે આજે ઘણા બોલિવૂડ સ્ટાર્સ જેસલમેર પહોંચ્યા છે. કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, શબીના ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ આજે બપોરે લગ્ન સ્થળ પર પહોંચી ગયા છે. ઈશા અંબાણીના લગ્નમાં આવવાની ચર્ચા જોરમાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. આ લક્ઝુરિયસ પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારા ભવ્ય અંદાજમાં લગ્ન કરી રહ્યા છે.

Most Popular

To Top