Entertainment

શેરશાહ પહેલાં આ પાર્ટીથી શરૂ થઈ હતી સિદ્ધાર્થ-કિઆરાની લવસ્ટોરી…

નવી દિલ્હી : બોલિવુડ એકટર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના જીવનનો સૌથી મોટો દિવસ આખરે આવી ગયો છે. મહિનાઓની અટકળો પછી લવ બર્ડ્સ કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન કરવા જઈ રહ્યાં છે. આવતીકાલે 7 ફેબ્રુઆરીના રોજ આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. જોકે, પ્રી વેડિંગ સેરેમની તો શરૂ થઈ ચૂકી છે. બોલિવુડના આ ક્યૂટ કપલની લવસ્ટોરી ક્યારે શરૂ થઈ હતી તે જાણવાની ચાહકોમાં ઉત્સુકતા છે. બધા એવું માને છે કે શેરશાહના શૂટિંગ દરમિયાન કિઆરા અને સિદ્ધાર્થના દિલમાં પ્રેમના અંકુરો ફૂટ્યા હતા, પરંતુ એવું નથી. શેરશાહ પહેલાં જ બંને એકબીજાને દિલ આપી બેઠાં હતાં. ચાલો જાણીએ આ ક્યૂટ લવસ્ટોરી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ…

સિદ્ધાર્થ અને કિયારાએ છેલ્લા 3 વર્ષથી તેમના સંબંધોને ખાનગી રાખવા માટે દરેક સંભવિત પ્રયાસ કર્યા હતા, પરંતુ પાપારાઝી અને કો-સ્ટાર્સ તેમના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. નવા વર્ષનું વેકેશન એકસાથે ઉજવવાથી લઈને એકબીજાના માતા-પિતાને મળવા સુધી, તેમનો સંબંધ અત્યંત રોમેન્ટિક રહ્યો છે. આ કપલે વર્ષ 2021માં તેમના સબંધોની જાણ માતા પિતાને કરી હતી. સિદ્ધાર્થ અને કિયારાના માતા પિતાએ કપલના સંબંધોને સ્વીકાર્યા હતા. જોકે ઘરે જાણ કરી તેના ચાર વર્ષ પહેલાથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

4 વર્ષ પહેલા 2018માં સિદ્ધાર્થ અને કિઆરા પહેલીવાર એકબીજાને મળ્યા હતા અને..
સિદ્ધાર્થ અને કિઆરાની પહેલી મુલાકાત 2018માં લસ્ટ સ્ટોરીની (Lust Story) રેપ-અપ પાર્ટીમાં દરમિયાન થઇ હતી. કિઆરા ફિલ્મમાં હતી અને સિદ્ધાર્થ ડિરેક્ટર કરણ જોહરના આમંત્રણ પર પહોંચ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે સિદ્ધાર્થ-કિયારા એકબીજાની આમને-સામને થયા હતા. બંનેએ પાર્ટી અડધેથી જ છોડી દીધી હતી. ત્યારે જ બંનેના મનમાં પ્રેમના અંકુર ફૂટ્યા હતા. બંને સમજી ગયા હતા કે, આ કનેક્શન માત્ર ફ્રેન્ડશીપનું નથી. તેનાથી કંઈક વધુ છે. પહેલાં બંને ફ્રેન્ડ્સ બન્યા. મુલાકાતો થતી રહી અને ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં પરિણમી. અનેકોવાર પાપારાઝીના કેમેરામાં તેઓની ક્યૂટ મોમેન્ટ્સ કેપ્ચર થઇ હતી. પરંતુ કપલે પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નહોતો. પહેલીવાર અક્ષય કુમારે નેશનલ ટેલિવિઝન એવોર્ડમાં સિદ્ધાર્થ-કિઆરાના સંબંધને જાહેર કર્યા હતા. વર્ષો બાદ કોફી વિથ કરનમાં સિદ્ધાર્થ સાથેની તેની પ્રથમ મુલાકાતનો કિસ્સો શેર કરતી વખતે કિઆરાએ કહ્યું હતું કે તે દિવસ ક્યારેય ભૂલી શકતી નથી. આ રીતે કિઆરાએ સિદ્ધાર્થ સાથેના તેના પ્રેમસંબંધનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

કિઆરા-સિદ્ધાર્થ વેકેશનમાં પણ સાથે હતા
આ બાદ કિઆરા-સિદ્ધાર્થ કયારેક લંચ પર તો કયારેક ડિનર ડેટ પર સ્પોટ થતા જોવા મળ્યા હતાં. આ વચ્ચે ‘શેરશાહ’ ફિલ્મનું શૂૂટિંગ શરૂ થયું હતું. ફિલ્મના શૂૂટિંગ દરમિયાન પણ ઘણીવાર બંને ડિનરમાં જતા જોવા મળ્યા હતા. રિલેશનશીપની અફવા વચ્ચે 2019માં બંને ન્યુ યર પાર્ટીની ઉજવણી કરવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા. રિલેશનશિપને સિક્રેટ રાખીને બંનેએ એક સાથે કોઈ તસવીર શેર કરી ન હતી, પરંતુ બંનેની તસવીરોમાં એક જ બેકગ્રાઉન્ડ જોઈને રિલેશનશિપ પર મહોર લાગી હતી.

સિદ્ધાર્થ અને કિઆરાએ માતા-પિતા સાથે કરવામાં આવી મુલાકાત
સિદ્ધાર્થ અને કિઆરાએ 4 વર્ષના પ્રેમ બાદ બન્ને એ એકબીજાના માતા પિતા પોતાના સબંધ વિશે જણાવ્યું હતું. 2021માં કિઆરા અડવાણીએ સિદ્ધાર્થના માતાપિતાને તેના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી જ્યારે સિદ્ધાર્થના માતા-પિતા મુંબઈ પહોંચ્યા તો કિઆરા તેમને મળવા પણ ગઈ હતી.

Most Popular

To Top