કહેવત છે કે ‘કોઈની હવેલી જોઈને આપણી ઝૂંપડી તોડી ન પડાય’ પણ ‘ઝૂંપડીની જગ્યાએ સખત મહેનત કરીને મહેલ બાંધવાની આશા તો જરૂર રાખી શકાય.’ કેમ કે કોઈ પણ માનવીને મહેનત સિવાય કોઈ માલામાલ કરતું નથી. એટલે ખોટી જાહેરાત, લોભ, લાલચ, અંધશ્રદ્ધા, દોરા, ધાગા, વધુ પડતી ધાર્મિકતા કે કોઈના પ્રભાવમાં તો કદીએ ન આવવું. એટલા માટે મહેનતને પ્રાધાન્ય આપનારા આ બધા તત્વોથી અળગા જ રહે છે. સમયના પરિવર્તન સાથે માનવી એ પોતાના જીવનમા બદલાવ લાવવો જોઇએ એવું કઈ હોતું નથી.
બદલાવ ફક્ત આર્થિક, વૈચારિક, સાચું માનવીય અભિગમ ધરાવતું જ્ઞાન હોઈ તો જ શક્ય બને. દરેક સામાજિક, ધાર્મિક, રાજકીય પ્રસંગોએ જે રીતરસમની પદ્ધતિમાં ફેરફાર આવે, માનવીમાં કઈ પરિવર્તન આવતું નથી. પહેલા દરેક માનવીના જીવનમાં ભોજન સાદું, આજે ફાસ્ટફૂડનો ઉપયોગ વધુ પડતો જોવા મળે. તેના કારણે કઈ બધા જ ફાસ્ટફૂડ આરોગે એવું બનતું નથી. માનવી આકાશમાં ઉડાન ભરે, એના માટે રાઇટર બંધુઓએ કરેલ વિમાનની શોધ આભારી છે. આમ, સમયમાં પરિવર્તન નથી આવતું પણ માનવી અવનવું કંઈક નવું લાવવા માંગે. બાકી માનવી પોતાની જીવનશૈલીમાં વય મુજબ બદલાવ આવે જ છે.
માનવીના પહેરવેશમાં આમુલ પરિવર્તન આવવાથી કોણ વડીલ, યુવાનના સફેદ વાળ કાળા થયા. ઘણું બધુ પરિવર્તન આવી ગયું. આને માનવે કરેલું પરિવર્તન કહેવાય. કુદરત નિર્મિત વસ્તુ, જે માનવીના જીવન માટે ઉપલબદ્ધ પાણી, વૃક્ષ, પર્યાવરણ, જંગલ, નદી, જમીન, ખાણ, ખનીજની જાળવણી કરવાની જવાબદારી તમામ નાગરિકે લેવી પડશે. જો કે માનવવસ્તી વધે તેમ તેના વિકાસ માટે બધી વસ્તુઓ રોટી, કપડાં, મકાનની આવશક્યતા રહે અને આ માટે જમીન, જંગલો, ખાણ, ખનીજની જ જરૂર પડે તે સમજી શકાય પણ આ બધી કુદરતી વસ્તુઓ ફરી પાછી મળી રહે તેવું આયોજન ખૂબ જરૂરી છે. માનવી સમયના પ્રવાહ સાથે જીવનશૈલી બદલે કે ન બદલે પરંતુ કુદરત નિર્મિત વસ્તુ માનવીની જીવનશૈલી અચૂક બદલી નાખશે. તો ચાલો, બધા સાથે મળીને કઈક વિચારીએ. જીવન પોતે જીવવા અને ભાવિ પેઢીને જીવન જીવવા માટે ભૌતિક સંપત્તિની સાથે સાથે કુદરતી સંપત્તિનો વારસો આપી જવું છે કે પછી?
સુરત – ચંદ્રકાન્ત રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.