Charchapatra

ટ્રાફિકને નાકે દમ લાવતા રસ્તા પરનાં દુકાનદારો

સુરતનો ટ્રાફિક દિવસે દિવસે વધતો જાય છે. અલબત્ત સરકારી તંત્રે રસ્તા મોટા કરીને સુવિધા વધારી છે. પણ અઠવાગેટથી મજુરાગેટ ચાર રસ્તા સુધી લોકો રસ્તા પર દુકાન લગાવીને બેઠા છે. જાણે ફેશન સ્ટ્રીટ ચૌટાપુલ હોઇ એવું લાગે છે. કોઇ શેહશરમ વગર રાતના અગિયા વાગ્યા સુધી આ ચાલે છે. લોકો ફોરવીલ લઇને આવે અને રસ્તા પર ગાડી ઊભી રાખીને શોપીંગ કરે. અડધો રસ્તો તો એમાંજ બ્લોક થઇ જાય. આ રસ્તા પર અનેક હોસ્પિટલો આવી છે પણ ત્યાં સુધી જવા માટે રસ્તા બ્લોક થઇ જાય છે. આ તો કાયદાનું સીધું ઉલ્લંઘન છે. રસ્તા પર રાતે તો લકઝરી બસ પણ કલાકો સુધી ઉભી રહે છે. કોઇ હટાવવાનું નામ નથી લેતું. આ કેટલે સુધી યોગ્ય છે?
સુરત     – તૃષાર શાહ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિકાસની રફતાર વધારવા માટે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરો
ડબલ્યુ પીઆર (વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ)ના આંકડા અનુસાર ભારત જનસંખ્યાની બાબતમાન વિશ્વના સૌથી વધારે આબાદી ધરાવતા દેશ ચીનને ઘણું પાછળ છોડી ચૂકયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આગામી વર્ષોમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસીત પ્રમુખ અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. જોકે યુવા આબાદીનો વધારેમાં વધારે લાભ મળેવવા માટે સરકારે દર વર્ષે લાખો લોકો માટે રોજગારનું સર્જન કરવાની જરૂરિયાત છે. કારણ કે દેશ કૃષિ સંબંધિત નોકરીઓથી દૂર થઇ રહ્યો છે. આપણા દેશમાં કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં પડેલી છે. નવી નવી રોજગારી ઉભી કરવા આ કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂર છે. વનમાં ઉગતા ફળ, ફૂલ વગેરેનો ઉપયોગ કરી તે અંગે સંશોધનો હાથ ધરી નવા પ્રોજેકટ ઉભા કરવામાં આવે તો તે દ્વારા નવા રોજગાર ઉભા કરીબેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. સરકાર આ અંગે વિચારશે??
પાલનપુર  – મહેશ વી. વ્યાસ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top