સુરત: સહકારી બેન્કો માટે આંચકારૂપ સમાચાર આવ્યા છે. વર્ષો સુધી સત્તા પર ચીપકી રહેતાં હોદ્દેદારો, ડિરેક્ટરોની સત્તા પર અંકુશ મુકવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નવા જાહેર કરેલા નિયમ અનુસાર હવે સહકારી બેન્કોમાં એક ના એક ડિરેક્ટરો લાંબો સમય સુધી સત્તા ભોગવી શકશે નહીં. રિઝર્વ બેન્કે ડિરેક્ટરોની સત્તા પર કાપ મુકવાનો નિર્ણય જાહેર કર્યો છે, તેના પગલે સુરત સહિત સમગ્ર રાજ્યની અનેક સહકારી બેન્કોમાં મોટા પ્રમાણમાં ડિરેક્ટરોએ રાજીનામાં આપવાની નોબત ઉભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેકિંગ રેગ્યુલેશન અમેડમેન્ડ એક્ટ -2020 (Baking Regulation Amendment Act-2020) મુજબ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો.ઓપરેટીવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લિ (નાફકબ) દ્વારા રિઝર્વ બેંકના (Reserve Bank) ગર્વનરને (Governor) મોકલવામાં આવી ભલામણો (Recommendations) મુજબ નવા કાયદા પ્રમાણે બેંકના કોઈપણ ડિરેક્ટર્સ (Directors) ૮ વર્ષથી વધુ સમય માટે ડિરેક્ટર્સ પદે રહી શકશે નહીં.
ડિરેક્ટર્સ માટે ૯ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તે પ્રમાણે સહકારી બેંકના (Cooperative Bank) ૫૧ ટકા ડિરેક્ટર્સ તે માપદંડ પ્રમાણે પ્રોફેશનલ હોવા જરૂરી છે. ગયા વર્ષે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા લોકસભામાં બેકિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ એક્ટ -2020 રજૂ કરવામાં આવ્યું હતું બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 51 ટકા ડિરેક્ટર્સ પ્રોફેશનલ્સ એટલે કે એકાઉન્ટ્સ , એગ્રીકલ્ચર , રુરલ ઈકોનોમિક્સ , કો.ઓપરેશન ઈકોનોમિક્સ , ફાઈનાન્સ-લો , એસએસઆઈ અથવા એવા કૌશલ્ય કે જે બેંકને ઉપયોગી થાય તેમાંથી હોવા જોઈએ. બે ડિરેક્ટર્સને એગ્રીકલ્ચર , રુરલ ઈકોનોમિક્સ કે કો.ઓપરેશન અથવા એસએસઆઈનું જ્ઞાન ધરાવતાં હોવું જરૂરી છે.
આ કાયદાની કો.ઓપરેટીવ અને મલ્ટી સ્ટેટ કો.ઓપરેટીવ બેંકોને લાગુ થશે. તેમાં ગુજરાતની 244 સહકારી બેંકોની શાખાઓ અને 14 મળતી સ્ટેટ બેન્કોને આ કાયદો લાગુ પડશે. કાયદાની નવી જોગવાઈમાં રિઝર્વ બેંકની નોટીસ પછી પણ બેક બોર્ડ બનાવવામાં નિષ્ફળ રહે તો રિઝર્વ બેંક કેટલાંક ડિરેક્ટર્સને દૂર કરશે અને યોગ્ય વ્યક્તિને નિમણુંક કરશે . આ નિર્ણય સામે કોઈપણ ફોરમમાં અપીલમાં જઈ શકાશે નહીં .