Gujarat

દુનિયાના સારા સારા બીચને ટક્કર આપશે ગુજરાતનો શિવરાજપુર બીચ, આટલા કરોડના ખર્ચે વિકસાવાશે

ગાંધીનગર (Gandhinagar): મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) થાડા દિવસ પહેલા રાજ્યમાં પ્રવાસનને (Gujarat Tourism) પ્રોત્સાહન આપવા 2025 સુધી પ્રવાસન માટે “ઉચ્ચ અગ્રતા પર્યટન કેન્દ્રો” માં નવા રોકાણો આકર્ષવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે 12 જન્યુઆરીએ 2021-2025 માટે તેની નવી પર્યટન નીતિ (new tourism policy for 2021-2025) જાહેર કરી હતી. ગુજરાતએ આખા દેશમાં સૌથી ઝડપથી વિકસતુ રાજ્ય છે. ગુજરાત કોઇપણ બાબતે પાછળ રહેવા નથી માંગતુ. દુનિયાના ટોચના દેશોની હરોળમાં પહોંચવા ગુજરાત રાજ્ય સરકાર પોતાના સ્તરે સારી કામગીરી કરી રહી છે.

ઑક્ટોબર મહિનામાં ભારતના 8 બીચને ‘બ્લૂ ફ્લેગ’નું (Blue Flag Beach) બિરુદ મળ્યુ હતુ. આવું ભાગ્યે જ બનતું હોય છે કે કોઇપણ દેશના આટલા બધા બીચને એકસાથે ‘બ્લૂ ફ્લેગ’નું બિરુદ મળતુ હોય છે. બ્લૂ ફ્લેગ દુનિયાના સૌથી સ્વચ્છ બીચમાંથી એક હોય છે. UNEP, UNWTO, FEE, અને IUCN– આ આંતરારાષ્ટ્રીય સંસ્થાઓ દર વર્ષે પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ ગણાતા વિશ્વના બીચને આ બિરુદ આપતી હોય છે. ભારતમાં આ વર્ષે અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સના રાધાનગર, ઓડિશાના પુરીમાં ગોલ્ડન બીચ, આંધ્રપ્રદેશના રૂશીકોંડા, કેરળના કાપડ, દીવના ઘોઘલા, કર્ણાટકના કાસારકોડ, પદુબિદ્રી બીચ અને દ્વારકાથી 15 કિમી દૂર આવેલા ગુજરાતના શિવરાજપુર (Shivrajpur Beach, Dwarka) બીચને ‘બ્લૂ ફ્લેગ બીચ’ નું બિરુદ મળ્યુ છે.

ગુજરાત ટુરિઝમ એવોર્ડ-2020 માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તીર્થસ્‍થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્‍ટ બીચનો ટુરિઝમ એવોર્ડ પ્રાપ્‍ત થયો છે. એટલે તો રૂપાણી સરકાર આ જગ્યાને બેસ્ટ ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવામાં કોઇ કસર બાકી છોડે એમ નથી. રૂપાણી સરકારે ગુજરાતના આ અતિ સુંદર એકમાત્ર બ્લૂ ફ્લેગ બીચને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા કરોડોનો ખર્ચ કર્યો છે. ‘બ્લૂ ફ્લેગ’નું બિરુદ મેળવવા 33 જેટલા અલગ માપડંદો હોય છે, જે બધા જ શિવરાજપૂરે પૂરા કર્યા છે. શિવરાજપૂરને વિકસાવવા માટેના પ્રોજક્ટની બ્લૂ પ્રિન્ટ (Blue Print) બહાર પડી છે. જે જોઇને એવું લાગે છે કે શિવરાજપૂર બીચ વિશ્વના સારા સારા બીચને પણ ટક્કર આપશે.

“ઉચ્ચ અગ્રતા પર્યટન કેન્દ્રો” હેઠળ રૂપાણી સરકારે 25 જિલ્લાઓ પસંદ કર્યા છે, જ્યાં પર્યટન સ્થળોના વિકાસ પર સરકાર ધ્યાન આપશે. કચ્છ, દ્વારકા, નર્મદા, ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને ડાંગના સમગ્ર જિલ્લાઓને ઉચ્ચ અગ્રતા કેન્દ્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. આ નીતિ જાહેર કરતી વખતે રૂપાણી સરકારે એવું પણ કહ્યુ હતુ કે તેઓ ઇચ્છે કે ડિઝની પાર્ક (Disney Park) જેવી કંપનીઓ ગુજરાત આવે એ સ્તરનો વિકાસ ગુજરાતમાં થશે.

કુલ 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો બીચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચ ખાતે પહેલા તબક્કામાં સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાઈવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર (Tourist Facility Center) સહિતની સુવિધાઓનું નિર્માણ કરાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top