વડોદરા: િજલ્લા બાળ શ્રમ નાબુદી ટાસ્કફોર્સ કમીટીએ સયાજીબાગમાં પક્ષીઘરના અંદરના ભાગમાં ચાલી રહેલબાંધકામ માટ 17 બાળકોનો ઉપયોગ કરતા ટાસ્કફોર્સ કોન્ટ્રાકટર િશવાલય ઈન્ફ્રા પ્રોજેકટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભારત સરકારના બાળ િકશોર શ્રમયોગી કાયદાના અમલીકરણ માટે િજલ્લા કલેકટર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લા બાળ શ્રમ નાબુદી ટાસ્કફોર્સ કમીટી બનાવવામાં આવી હતી. આ કમીટીને સયાજીબાગમાં બાંધકામની પ્રવૃિત્તમાં બાળકોનો ઉપયોગ કરાતો હોવાની માહીતી મળી હતી. જે માહીતીના આધારે ટીમે સયાજીબાગના પક્ષીઘરમાં ચાલતા બાંધકામમાં 10 બાળકીઓ અને 7 બાળકો કામે લગાડવામાં આવ્યા હતા.
ટાસ્કફોર્સ ટીમે આ વ્યવસાય જોખમી પ્રક્રીયામાં હોઈ બાળકોને બાળમજૂરીમાંથી મુકત કરાવીને દસ બાળકીઓને હરસીધ્ધી એજયુકેશન ટ્રસ્ટ કોયલી અને સાત બાળકોને ગોકુલધામ ભુતડીઝાંપા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. સાથો સાથ માંજલપુરમાં કબી રેસીડેન્સીમાં રહેતા શિવાલય ઈન્ફ્રા.પ્રોજેકટના માલીક અભિજીતસિંહ રાઠોડ બિલ્ડર કમ કોન્ટ્રાકટર સામે સયાજીગંજ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.રાઠોડ ભાઈઓ શહેરના ભાજપના બે ધારાસભ્યના નામે ગામમાં ચરી ખાય છે.
રાઠોડ પોતાને ધારાસભ્યના ભાઈ જ ગણાવે છે. નાયબ શ્રમ આયુક્ત વડોદરાની ટીમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડ લાઇન વડોદરા, એન. સી. એલ પી. સ્ટાફ ની ટીમે સંયુક્ત રીતે આ કામગીરી પાર પાડી હતી. કમાટીબાગમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાંબા સમયથી કામગીરી ચાલી રહી હોવા છતાં મહાનગર પાલિકાના તંત્રના ધ્યાનમાં આ બાળમજૂરી કેમ ન આવી તે સવાલ પણ શંકા ઉપજાવી રહ્યો છે. ફરિયાદના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કરોડો કમાતા કોન્ટ્રાક્ટરે રૂપિયા બચાવવા બાળ મજૂરોને કામે લગાડ્યા
કમાટીબાગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટર દ્વારા મહાનગર પાલિકામાંથી ઉંચા ભાવે ટેન્ડર મંજુર કરાવવામાં આવ્યું હતું. બાળકોને કામે લગાડાય તો મજૂરી ખર્ચ ઓછો થતો હોવાથી શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા.લી. દ્વારા પૈસા બચાવવા માટે બાળકોને મજુરી તરફ ધકેલવામાં આવ્યા હતા. દયનીય હાલતમાં નાનકડાં બાળકો કમાટીબાગના પક્ષીઘરમાં કામ કરી રહ્યા હતા. ગરીબ બાળકોની દયનીય હાલત જોઈને તેમને છોડાવવા ગયેલી ટીમના સભ્યો પણ દ્રવી ઊઠ્યા હતા.