શિવસેનાના સુપ્રિમો બાળાસાહેબ ઠાકરે જે મુંબઇના સિંહ કહેવાતા હતા અને તેમણે 1996માં શિવસેના પક્ષની સ્થાપના કરી હતી. હિન્દુત્વના પ્રખર હિમાયતી એવા બાલઠાકરેના પક્ષ શિવસેનામાં હાલ ભંગાણ પડયું છે અને હવે ચૂંટણી પંચે શિવસેનાનું નામ અને પ્રતિક તીર-કામઠું ન એકનાથ શિંદે જૂથને સોંપીને સાચી શિવસેના તરીકે માન્યતા આપી છે. જેથી મહારાષ્ટ્રમાં બારે હલચલ મચી ગઇ છે.ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણયને લોકશાહી માટે ખતરનાક ગણાવ્યો છે અને ચૂંટણી પંચ કેન્દ્ર સરકારનું ગુલામ હોવાનો આક્ષેપ કર્યો છે.
એક સમય એવો હતો કે મુંબઇમાં શિવસેનાનો ભારે દબદબો હતો, જે કોઇ મુખ્યમંત્રી બનતાં તેમણે બાળા સાહેબના રીમોટ-કંટ્રોલ મુજબ પ્રમાણે રાજ કરવું પડતું હતું. પરંતુ ઠાકરેના નિધન બાદ રાજઠાકરે-ઉદ્ધવ ઠાકરેમાં ભાગલા પડયા હતા.આજે હવે બંને ભાઈ પાસે શિવસેનાની બાગડોર રહી નથી.ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ એન.સી.પી.ના ટેકાથી મુખ્યમંત્રી બન્યા છે. આકર્ટી-ગેઇમ ભાજપ 2મી રહ્યું છે.એક દિવસ એવો આવશે કે શિવસેનાનું ભાજપ માં વિલીનકરણ કરીને ભાજપમાં ભળી જાય તો નવાઈ નહીં, મુંબઇવાસીઓ તો શિવસેનાને માને છે હવે પછી ચૂંટણીમાં ખબર પડશે કે સાચી શિવસેના કંઇ છે. આમ ઉદ્ધવ અને રાજઠાકરેના અણભનાવથી ઘર ફૂટે ઘર જાય તેવી હાલત થઇ છે.
તરસાડા -પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સ્નેહ પરમ સંજીવની છે
ભ્રમર અને કમળ વચ્ચે અતૂટ પ્રણયબંધન છે. ગમે તેવા કઠણ લાકડાને કોરીને આરપાર નીકળી જવાની જેનામાં અદમ્ય શક્તિ છે તેવો આ ભ્રમર કમળમાં પ્રવેશ્યા પછી, કમળનાં પ્રેમપાશમાં એવો બંધાઈ જાય છે કે એને ઊડવાનું મન થતું નથી. સાંજ પડી જાય છે ને કમળ બીડાઈ જાય છે ત્યારે પણ એ એની અંદર જ પડયો રહે છે ને મૃત્યુ પામે છે. કમળ પ્રત્યેના પ્રેમબંધનથી એ એવો બંધાયો છે કે નાજુક એવી કમળની પાંદડીઓ કોરીને એ બહાર નીકળી શકતો નથી. માનવીના જીવનમાં પણ આવું જ બને છે. તે બીજાં ગમે તેવાં બંધનો તોડી શકે છે, પણ સ્નેહના બંધનને તોડી શકતો નથી. સ્નેહ એ તો પરમ સંજીવની અને અમૃત છે.
સ્નેહ પછી પત્નીનો, બાળકોનો, બહેનનો કે મા-બાપનો હોય એક વાર બંધાયા પછી તૂટતો નથી. ગમે તેવી વિપદ વેળાએ પણ સ્નેહ એકબીજાની હૂંફમાં જીવન ગુજારે છે. સ્નેહ ખાતર વ્યક્તિ ગમે તેવાં દુ:ખો પણ સહન કરે છે. રામા પરવાનાનો, લયલા મજનુનો, શાહજહાં મુમતાઝનો પ્રેમ આજે અમર છે. પ્રેમ ગમે તેવા ક્રૂર માનવીને પણ ઠંડો કરી દે છે. વિકરાળ વનકેસરી સિંહણની પાસે કેવો પ્રેમાળ બની જાય છે! સ્નેહમાં વશીકરણની અપાર શક્તિ રહેલી છે. ‘જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’. સુંદરમની આ પંક્તિ એટલે જ તે સર્વકાળે સાર્થક લાગે છે.
બામણિયા મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.