SURAT

હવે ગુજરાતમાં દોડશે પારદર્શી ટ્રેન, આ ટ્રેનમાં કાચવાળા કોચ લગાડવામાં આવ્યા, 180 ડિગ્રી નજારો જોવા મળશે

સુરત (Surat) : વિદેશની ટ્રેનોમાં પારદર્શી કાચ જોવા મળતા હોય છે. ટ્રેનની વિન્ડો, છાપરું બધું જ પારદર્શી હોય. હવે આપણા ગુજરાતમાં પણ આવી ટ્રેન દોડતી જોવા મળશે. પશ્ચિમ રેલવેએ શતાબ્દી એક્સપ્રેસમાં આવા પારદર્શી એટલે કે વિસ્ટાડોમ કોચ લગાવ્યા છે. આ કોચમાં બેઠાં બેઠાં બહારનો 180 ડિગ્રી નજારો જોઈ શકાશે.

શતાબ્દી એક્સપ્રેસમાં (Shatabadi Express) સોમવારથી વિસ્ટાડોમ (Vista Dome) કોચની (Coach) શરૂઆત વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કોચમાં 44 જેટલી સીટ છે. તેમાં યાત્રી વિસ્ટાડોમ કોચમાં બેસવાની સીટનું રિઝર્વેશન અલગથી કરાવવાનું રહેશે. પનોરમા સીન એટલે કે શતાબ્દી એક્સપ્રેસમાં હવે કાચના ટ્રાન્સપરન્ટ કોચમાં યાત્રી બેસીને 180 ડિગ્રી વિઝયુઅલ નરી આંખે જોઇ શકશે. વિસ્ટાડોમ કોચ એટલેકે તેમાં કાચના ગ્લાસ વધારે જોવા મળશે. દેશમાં શતાબ્દી ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મુંબઇથી ગાંધીનગરમાં હવે વિસ્ટાડોમ કોચની મજા માણી શકાશે. આ કોચ હાલમાં હંગામી ધોરણે વાપરવામાં આવશે. દેશમાં સેન્ટ્રલ રેલવે દ્વારા થોડા દિવસો પહેલા મુંબઇ પૂને ટ્રેનમાં વિસ્ટાડોમ કોચનો વપરાશ કરવામાં આવ્યો છે. હવે મુંબઇ ગાંધીનગર શતાબ્દીમાં આ કોચની શરૂઆત કરવામાં આવી છે. વિસ્ટાડોમ કોચ વિધિવત રીતે સોમવારથી જોડીને શરૂ કરાયો છે.

વિસ્ટાડોમ કોચ એટલે શું?
વિસ્ટાડોમ કોચમાં એવા ડબ્બા હોય છે જેમાં પહોળી કાચની બારીઓ હોય છે. છત પણ કાચની હોય છે. ટ્રેનનું છાપરું પણ પારદર્શી હોય છે. થોડા મહિના પહેલાં પૂર્વ રેલમંત્રી પિયૂષ ગોયલે એક ટ્વીટ કર્યું હતું જેમાં રેલવેના ડબ્બાનો વિડીયો હતો. આ વિડીયોમાં વિસ્ટાડોમ કોચ બતાવ્યા હતા. હવે આવા પારદર્શી કોચ ગાંધીનગરથી મુંબઈ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં જોવા મળશે.

Most Popular

To Top