સુરત શહેરના જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે, અમે ટ્રાફિક વિભાગ, RTO અને શહેરના સંબંધિત સત્તાવાળાઓનું ધ્યાન એક ગંભીર મુદ્દા તરફ દોરવા માંગીએ છીએ. સહારા દરવાજાથી સરદાર માર્કેટ, પર્વત પાટિયા, ડિંડોલીથી કડોદરા સુધીની રૂટ પર ચાલતી શેર- ઓટોરિક્ષાઓમાં લાંબા સમયથી કેટલીક જોખમી અને ત્રાસદાયક બાબતો જોવા મળે છે: રિક્ષામાં મોટા અવાજે ગીતો વગાડવા, એર-હોર્નનો અતિરેક ઉપયોગ, 6-7 જેટલા પેસેન્જર સુધી બેસાડવા, બેફામ અને બેદરકાર ડ્રાઈવિંગ, સ્કૂલ વર્દી ની રોન્ગ સાઈડ ઓટો ચાલવી નાગરિક ટોકે તો ગાળો, ધમકી અને ઝઘડો. આ વિસ્તારોમાં નિયમિત કાર્યવાહી ખૂબ ઓછી જોવા મળે છે. આ વિસ્તારોમાં સતત અને અસરકારક ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે અને કડક કાર્યવાહી થાય. નાગરિકોને ધમકી આપતા ડ્રાઈવરો સામે કાયદેસર પગલાં લેવાય. રિક્ષા ચાલકો માટે નિયમિત કાઉન્સેલિંગ અને રિફ્રેશર ડ્રાઈવિંગ ટ્રેનિંગ શરૂ થાય. આ મુદ્દો ફક્ત અસુવિધાનો નથી…, આ નાગરિકોની સુરક્ષા, નિયમ અને સૌથી અગત્યનું જીવનના જોખમ સાથે સીધો સંબંધ ધરાવે છે. સુરત ટ્રાફિક વિભાગ અને RTO પ્રત્યે અમારી નમ્ર અપેક્ષા છે કે દરેક વિસ્તારને સમાન મહત્ત્વ અપાય અને સુરતના દરેક નાગરિકને સુરક્ષિત રીતે મુસાફરી કરવાનો અધિકાર મળે.
પરવત ગામ, સુરત -આશિષ ટેલર