SURAT

”સહારા દરવાજા ચા મહારાજા”ની શોભા અતિભારે : 14 ફૂટની ગણેશ પ્રતિમાની ભવ્યતા જોઈ આંખ અંજાઈ જશે

સુરત: ”સહારાદરવાજા ચા મહારાજા”(Shara Darwaja Cha Maharaja) આ વર્ષે પણ પંડાલમાં જાજરમાન રીતે બિરાજ્યા છે. તેમની શોભા અને ભપકો જોઈ ગણેશ ભક્તો પણ ધન્યતાનો અનુભવ કરે છે. કોરોના કાળના બે વર્ષ વીત્યા બાદ ભારે ધૂમધામ સાથે આ વર્ષે મહારાજાના (Maharaja) આગમનની (Arrival) સાથે તેમની શોભા યાત્રા પણ જોવા લાયક બની હતી. બાપ્પાનું આગમન ભવ્યાતિભવ્ય રીતે થયું હતું. મહારાજાના આગમન વેળાએ માનવ મહેરામણનું જાણે કીડિયારું ઉભરાયું હોઈ તેવો માહોલ બન્યો હતો. ઢોલ, નગારા, લેઝીમના વાદ્યો સાથે મહારાષ્ટ્ર-મુંબઈ,(Mumbai) અમદાવાદ હાઇવે માર્ગેથી મહારાજા સુરત (Surat) સહારા દરવાજા ખાતે 17 કલાકની અવધિમાં આવી પહોંચ્યા હતા.

વિશાળકાય પ્રતિમાને મહારાષ્ટ્રથી સુરત લવાઈ હતી
મહારાષ્ટ્ર મુંબઈના લોઅર પરેલ લાલબાગ વિસ્તારમાં તૈયાર થયેલ ”સહારાદરવાજા ચા મહારાજા”ની મૂર્તિ સુરત લાવવા પાછળની વાત પણ રસપ્રદ છે. પ્રતિમાની ઉંચાઈ આશરે 14 ફૂટ જેટલી અને વિશાળકાય છે. જયારે સુરતના આયોજકોએ મુંબઈમાંબાપ્પાની આ પ્રતિમા બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો ત્યારે સવાલ એ હતો કે કઈ વિશાળ પ્રતિમાને સુરત લઇ જવા માટે કઈ પ્રકારનું આયોજન કર્યું હતું ? જોકે આયોજકો દ્વારા સુરતથી મુંબઈના માર્ગની ત્રણથી ચાર વાર બાય રોડ જઈને રસ્તાઓની રેકી અને રિહર્સલ પણ ખુબ ખાત્રીપૂર્વક કર્યું હતું અને ત્યારબાદ આયોજનબદ્ધ રીતે પ્રતિમાને સુરત લઇ આવ્યા હતા. લોઅર પરેલથી વહેલી સવારે આશરે 5 કલાકે આ પ્રતિમાને વાહન ટોઈંગ કરવાના ટ્રકમાં બેસાડી સુરત લાવ્યા હતા.વાપી નજીક એક હોલ્ડ કર્યા બાદ 17 કલાકે ધૂમધામ સાથે મહારાજની સવારી સુરત મોડી રાત્રે ત્રણ વાગ્યે પહોંચી હતી.

બાપ્પાનું આગમન પણ અતિ ભવ્ય રીતે કરાયું
સુરતના 22 વર્ષ જુના એવા સહારા દરવાજા ચા મહારાજા યુવક મંડળ દ્વારા બાપ્પાના આગમનની તૈયારીએ તડામાર અને ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પુણે ખાતેના ઢોલના કલાકારોના ઢોલનું વાદ્ય અને તાલ પણ કર્ણપ્રિય હતી તેવું આયોજકોએ જણાવ્યું હતું. અલગ-અલગ કલાકારોની ટુકડીઓ અને તેમના બેન્ડના સભ્યોએ ભક્તોને રીતસરના ઝુમાવી દીધા હતા. આખા સહારા દરવાજા વિસ્તારનો માહોલ ભક્તોની ભીડથી મોડી રાત સુધી બાપ્પાની સવારીની રાહ જોઈને બેઠો હતો અને જયારે સવારીનું આગમન થયું ત્યારે માહોલ પણ જોવા લાયક બન્યો હતો. સહારા દરવાજા ઉપર માનવનું કીડિયારું ઉભરાયું હતું.

સુરતની સૌથી મોંઘી પ્રતિમા હોવાનો દાવો
મુંબઈના પ્રખયાત કલાકાર સિદ્ધેશ ડીંડોલે આ પ્રતિમા ખુબ ચીવટ પૂર્વક બનવી છે.નાની-નાની બાબતોનું ચીવટ પૂર્વક ધ્યાન રાખી ફિનિશિંગ પણ કર્યું હતું.કલાકાર સિદ્ધેશ ડીંડોલે આથી પૂર્વ મુંબઈના પ્રખ્યાત ગણેશ મંડળો જેવાકે ખેતવાળી,ચંદનવાડી,કાલાચોકી અને ચિંતામણિના ગણેશની પ્રતિમા બનવી ચુક્યા છે. પ્રતિમા સિંહાસન ઉપર બેઠી મુદ્રામાં છે.અને મંડપમાં સિંહાસન ઉપર બિરાજમાન થતા પ્રતિમા નું કદ વધીને આશરે 22 ફૂટ સુધીનું થઇ જાય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રતિમાને હજીરા જેટી ખાતે વિસર્જિત કરવામાં આવશે. પ્રતિમાને બનવવા પાછળ ત્રણ લાખ કરતા પણ વધુનો ખર્ચ થયો છે ઉપરાંત સુરતમાં સૌથી મોંઘી પ્રતિમા હોવાનો દાવો પણ સહારા દરવાજા ચા મહારાજા યુવક મંડળના આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top