Business

શેમ્પુથી કેન્સર થવાને કારણે યુનિલીવરે આ બ્રાન્ડના શેમ્પુ બજારમાંથી પાછા મંગાવ્યા, જાણી લો કહીકત

યુનિલિવર (HUL) કંપનીએ પોતાના કેટલાક બ્રાન્ડના શેમ્પુ બચારમાંથી પાછા ખેંચી લીધા છે. કંપનીએ યુએસ માર્કેટમાંથી ડ્રાય શેમ્પૂ બ્રાન્ડ્સ પાછી મંગાવી લીધી છે. યુનિલીવરે જે બ્રાન્ડના ડ્રાય શેમ્પુને પાછા ખેંચ્યા છે તેમાં ડવ અને ટ્રેસ્સેમેના ડ્રાય શેમ્પુ સામેલ છે. યુનિલિવર KDav ડ્રાય શેમ્પૂ મુખ્યત્વે યુએસ અને કેનેડાના બજારોમાં વેચાય છે. વૈશ્વિક એફએમસીજી દિગ્ગજ યુનિલીવર પીએલસીએ કેટલાક લોકપ્રિય બ્રાન્ડના ડ્રાય શેમ્પુને બજારમાંથી પાછા મંગાવ્યા છે. તેનું કારણ એ છે કે તેમાં બેન્ઝીન(Benzene) સંબંધિત કન્ટેમિનેશન હતું. કંપનીએ સ્વીકાર્યું છે કે બેન્ઝીન કેન્સરનું કારણ બની શકે છે. અન્ય જે બ્રાન્ડ્સના ડ્રાય શેમ્પુને પાછા ખેંચાયા છે તેમાં નેક્સસ, સુવે અને ટિગીના પણ નામ છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી નોટિસ મુજબ તે રોકહોલિક(Rockaholic) અને બેડ હેડ ડ્રાય શેમ્પુ (Bed Head dry shampoo) છે જેનાથી કેન્સર થવાનો ખતરો રહે છે.

યુનિલિવરના ડ્રાય શેમ્પૂની ઘણી બ્રાન્ડમાં બેન્ઝીન નામનું ખતરનાક રસાયણ હોવાનું જણાયા બાદ કંપનીએ યુએસ માર્કેટમાંથી તેના ઉત્પાદનો પાછા ખેંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. યુનિલિવરની પેટાકંપની હિન્દુસ્તાન યુનિલિવર (HUL)એ જણાવ્યું હતું કે તેણે ભારતમાં આવી કોઈ પ્રોડક્ટ વેચી નથી. કંપનીના ઘણા શેમ્પૂ બ્રાન્ડ્સમાં બેન્ઝીન નામનું ખતરનાક કેમિકલ મળી આવ્યું છે જેનાથી કેન્સર થવાનો ખતરો છે. આ કારણે કંપનીએ યુએસ માર્કેટમાંથી ડવ, નેક્સસ, સુવે, ટિગી અને ટ્રેસેમ એરોસોલ સહિત ઘણા ડ્રાય શેમ્પૂ પાછા મંગાવ્યા છે.

રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2021 અગાઉ નિર્મિત પ્રોડક્ટ મુખ્ય રીતે પાછા ખેંચાયા છે. યુનિલિવરના આ પગલાને કારણે હવે પર્સનલ હાઈજીન પ્રોડક્ટ્સમાં એરોસોલની સુરક્ષા પર સવાલ ઊભા કરી દીધા છે. આ ઉપરાંત અનેક અન્ય પ્રોડક્ટ જેમ કે જ્હોન્સન એન્ડ જ્હોન્સન ના ન્યૂટ્રોગેના, એડ્ઝવેલ પર્સનલ કેર કંપનીની બનાના બોટ અને બીયર્સડોર્ફ એજીના કોપરટોનને છેલ્લા 18 મહિનામાં પાછા મંગાવવામાં આવી ચુક્યા છે. ત્યારે હવે શેમ્પુને લઈને લોકોમાં ચિંતા જાગી છે. જોકે કંપનીનું કહેવું છે કે આ ખતરનાક બ્રાન્ડનાં શેમ્પુ તેણે ભારતમાં વેચ્યા નથી.

Most Popular

To Top