Entertainment

શાલિની પાંડે : વેઇટ, આઈ એમ કમિંગ!

દરેક અભિનેત્રી એવા દાવા ન કરી શકે કે આવતી કાલની દિપીકા પાદુકોણે યા આલિયા ભટ્ટ હું છું. આવનારી ફિલ્મો જ તેમનો સ્લોટ અને સ્ટેટસ નક્કી કરે છે અને તે પહેલાં બધી જ અભિનેત્રી પોતાને સંભવિત દિપિકા યા આલિયા માની શકે છે. હિન્દી ફિલ્મો એક જુગાર છે ટેલેન્ટનું મહત્વ જરૂર છે પણ ટેલેન્ટ તો નસીરુદ્દીન શાહ ને ઓમપુરી પાસે ય કમ નહોતી પણ તે અમિતાભ નથી બની શકયા. હમણાં અનન્યા પાંડેની ચર્ચા થતી રહે છે પણ બીજી છે શાલિની પાંડે. અર્જુન રેડ્ડીમાં તે વિજય દેવરકોડાની પ્રિતીપાત્ર-ડો. પ્રિતી શેટ્ટી હતી.

એ ફિલ્મ રિમેક તરીકે બની તો કિયારા અડવાણીને એજ ભૂમિકામાં વધારે લોકપ્રિયતા મળી અને આજે શાલિની પાંડેથી વધારે વટમાં ફરે છે એવું તો બનતું હોય છે. ધડકની જહાન્વીએ સૈરાટ માં રિંકુ રાજગુરુએ ભજવેલી ભૂમિકા ભજવી હતી. રિંકુને હિન્દીમાં કોઇ ઓળખતું નથી અને જહાન્વી એક સ્ટાર છે. શાલિની પાંડે સાઉથની ફિલ્મોથી હિન્દીમાં આવી રહી છે એટલે વચ્ચેનો પુલ તો પાર કરવો જ પડશે. સાઉથમાંથી તો શ્રીદેવીને જયાપ્રદા પણ આવી હતી અને તે પણ તરત મોટી સ્ટાર બની નહોતી.

શાલિની સ્ટ્રગલ કરવામાં પાછા પડે તેમ નથી. એક સમયે જબલપુરમાં હતી ત્યારે નાટકોમાં કામ કરતી અને ત્યાંથી સીધી તેલુગુ ફિલ્મોમાં પહોંચી. તેને તેલુગુ આવડે નહીં તો પણ તેણે જ એ ફિલ્મનું ડબીંગ કરેલું આ કારણે જ તેને તમિલ ફિલ્મ ‘કધલ’ મળી અને તેલુગુમાં સાવિત્રી નામની એકટ્રેસના જીવન પર મહંતી ફિલ્મ બની તો તેમાં મહત્વની ભૂમિકા મળી. તેને સારી ફિલ્મો મળે છે કે પછી મેળવતાં આવડે છે? હિન્દીમાં તે રણવીર સીંઘ જેવા સ્ટાર સાથે ‘જયેશભાઈ જોરદાર’માં કામ કરી રહી છે અને તે આદિત્ય ચોપરા જેવા નિર્માતાની ફિલ્મ છે.

શાલિની જયારે પરેશ રાવલના દિકરા આદિત્ય રાવલની હીરોઇન તરીકે ‘બમ્ફાડ’માં આવી હતી ત્યારે ફિલ્મ ન ચાલી એટલે માર ખાઇ ગઇ વળી એ ફિલ્મ ઝીપ પર રજૂ થઇ એટલે થવો જોઈતો લાભ ન થયો પરંતુ અત્યારના સમયમાં એવો અફસોસ થઇ શકે તેમ નથી તે અત્યારે જુનેદખાનની ‘મહારાજા’ના શૂટિંગમાં રોકાયેલી છે. જૂનેદ ખાન બીજો કોઇ નહીં પણ આમીર ખાનનો દિકરો છે એ ફિલ્મ પણ આદિત્ય ચોપરા જ બનાવી રહ્યા છે. શાલિની પાંડેને ખબર છે કે જૂનેદ ખાન છે એટલે આ ફિલ્મ ઉત્તેજના જગાડશે જ! એકમાં રણવીર સીંઘ બીજામાં જૂનેદ આમીર ખાન હોય તો શાલિની હજુ વધી સારી અપેક્ષા શું રાખી શકે તે એકદમ પર્ફેકશન સાથે આગળ વધી રહી છે. તેની પાસે હોન્ટેડ ‘રુહ’ નામની ફિલ્મ પણ આવી હતી. શાલિની પાંડે ગ્લેમરસ લુક ધરાવતી નથી. તેના સૌંદર્યમાં એક સાદગી છે. જોતા જ નિર્દોષ લાગે તેવી છે આજકાલ આ પ્રકારનું લુક ફરી લોકોને પસંદ આવી રહ્યું છે.

Most Popular

To Top