નવી દિલ્હી : 6 હજાર વર્ષ જૂની બે શાલિગ્રામ શીલાઓ (Shaligram Sheela) રામ જન્મ ભૂમિ (Ram Birth Place) અયોધ્યા (Ayodhya) પહોંચી ચુકી છે. આ શીલાઓ છેલ્લા એક અઠવાડિયા ઉપરાન્તથી ચર્ચાઓમાં છે. તો આખરે આ શીલાઓનું શા માટે આટલું ધાર્મિક મહત્વ છે અને શા માટે તેને અયોધ્યા લાવવામાં આવી રહી છે ? લોકો પણ આ તેના મહત્વ વિશે જાણવાની ખુબ જ આતુરતા દાખવી રહ્યા છે. તો જાણીશું બન્ને શીલાઓ ક્યાંથી આવી છે અને રામ જન્મભૂમિના નિર્માણમાં તેનું કેટલું મહત્વ છે. શાલીગ્રામની આ બને શીલાઓને આકાર આપી તેમાંથી ભગવાન રામલલ્લાની પ્રતિમાઓ બનવવામાં આવશે.
6 હજાર વર્ષ જૂની શીલા અયોધ્યા રામ જન્મ ભૂમિ ગુરુવારે પહોંચી
રામ લલ્લા મંદિર નિર્માણ બાદ હવે અયોધ્યા જન્મ ભૂમિ ફરી ચર્ચાઓમાં આવી છે જેનું કારણ છે બે શાલિગ્રામ શિલાઓ. ગુરુવારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં નિર્માણ પામનારા મંદિરમાં સ્થાપિત કરવામાં આવનાર શાલિગ્રામ શીલાઓ.ભગવાન વિષ્ણુના સ્વરૂપને માનવામાં આવતી આ શીલા નેપાળથી આવી પહોંચી છે. જે લગભગ 6 હજાર વર્ષ જૂની છે. અબેનું વજન 40 ટર્નની છે તો બીજી શીલાનું વજન 14 ટર્ન છે. નેપાળના રસ્તેથી તેને અયોધ્યા રામ નગરીમાં લવાઈ હતી જ્યાં તેનું ભવ્ય અભિનંદન પણ કરવામાં આવ્યું.
શા માટે શાલિગ્રામ શીલાઓની આટલી બધી ચર્ચાઓ થઇ રહી છે ?
હવે આપણે જાણીશું કે શા માટે આ શાલિગ્રામ શીલાઓની ચર્ચાઓ આખરે થઇ રહી છે. નેપાળની પવિત્ર નદી કાલી ગંડકી નદી માંથી આ પથ્થરોને કાઢવામાં આવ્યા છે. તેને કાઢ્યા બાદ તેનું અભિષેક અને વિધિવિધાન બાદ આ શીલાઓને 26 જાન્યુઆરીથી રોડ મારફતે અયોધ્યા સુધી પહોંચાડવાનો રૂટ મેપ પણ બનવવામાં આવ્યો હતો અને નિર્ધારિત સમય સુધીમાં તેને તેના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચાડવાનું નકક્કી કરવામાં આવ્યું હતું. તે મુજબ બન્ને શીલાઓ બિહારના રસ્તે થઇ ઉત્તર પ્રદેશના કુષી નગરથી વાયા ગોરખપુર થઇ બુધવારે અગિયારસની તિથિએ શીલાઓ અયોધ્યા પહોંચી ગઈ હતી. આ શીલા યાત્રા જ્યાં જ્યાથી પસાર થઇ હતી ત્યાં તેનું ખુબ જ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અને હવે આ શીલાઓને રામસેવકકપુરમ કાર્યશાળામાં મુકવામાં આવશે.
શાલિગ્રામ શિલા શું છે?
વૈજ્ઞાનિક સંશોધનો મુજબ શાલિગ્રામ એક પ્રકારનો જીવાશ્મિ પથ્થર છે. ધાર્મિક માન્યતા મુજબ શાલિગ્રામનો ઉપયોગ ભગવાનને આહ્વાન કરવા માટે થાય છે. શાલિગ્રામ ખડક નેપાળમાં પવિત્ર ગંડકી નદીના કિનારે જોવા મળે છે. તે વૈષ્ણવો દ્વારા પૂજવામાં આવતો સૌથી પવિત્ર પથ્થર છે. તેનો ઉપયોગ અમૂર્ત સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે થાય છે. શાલિગ્રામની પૂજાને ભગવાન શિવના અમૂર્ત પ્રતીક તરીકે ‘લિંગમ’ની પૂજા સમાન માનવામાં આવે છે. આજે શાલિગ્રામ લુપ્ત થવાના આરે છે. આ ખડકો હવે ગંડકી નદીમાંથી લગભગ લુપ્ત થઈ ગયા છે માત્ર થોડા શાલિગ્રામ દામોદર કુંડમાં જોવા મળે છે જે ગંડકી નદીથી 173 કિમી દૂર છે.
શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુનો વાસ છે
વૈષ્ણવોના મત મુજબ શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને જે તેને રાખે છે તેણે દરરોજ તેની પૂજા કરવી જોઈએ. તેણે સ્નાન કર્યા વિના શાલિગ્રામને સ્પર્શ ન કરવો, શાલિગ્રામને ક્યારેય જમીન પર ન મૂકવો, બિન-સાત્વિક આહારનો ત્યાગ કરવો અને ખરાબ આચરણોમાં સામેલ ન થવું જેવા કડક નિયમોનું પણ પાલન કરવું જોઈએ.મહાભારતમાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ શાલિગ્રામના ગુણ યુધિષ્ઠિરને કહ્યા છે. મંદિરો તેમની ધાર્મિક વિધિઓમાં કોઈપણ પ્રકારના શાલિગ્રામનો ઉપયોગ કરી શકે છે. જ્યાં શાલિગ્રામ પથ્થર જોવા મળે છે તે સ્થાન પોતે તે નામથી જાણીતું છે અને તે ભારતની બહારના ‘વૈષ્ણવો’ માટેના 108 પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે.