Entertainment

આર્યન ખાન ડ્રગ કેસમાં સમીર વાનખેડેને દાઉદ ઈબ્રાહિમના નામે મળી ધમકી!

મુંબઈ : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) ડ્રગ કેસમાં 25 લાખ રૂપિયાની માંગ સમીર વાનખેડે (Sameer Wankhede) એ કરી હતી. જેનો ખુલાસો શાહરૂખ ખાને કર્યો હતો. શાહરૂખ ખાનના કરેલા ખુલાસા પછી સમીર વાનખેડે પોતાના બચાવમાં કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટ દ્વારા સમીર વાનખેડેની 8 જુન સુધી ધરપકડ કરવાની પોલીસને ના પાડવામાં આવી હતી. આ મામલે સમીરને અને તેના પરિવારને આંતરરાષ્ટ્રીય ટ્વિટર અકાઉન્ટ પરથી મારી નાખવાની ધમકી મળી હતી. જેમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનુ (Dawood Ibrahim) નામ સામે આવ્યુ છે.

  • અમે આવી ધમકીઓથી ડરવાના નથી અમે તેની સામે અવાજ ઉઠાવશું : ક્રાંતિ રેડકરે
  • સમીર વાનખેડેની સાથે તેની પત્ની તથા તેમની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ ટ્વિટર પર મળી

આર્યન ખાન ક્રુઝ-ડ્રગ કેસના મામલે લાંચ માંગનાર પુર્વ જોન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સમીર વાનખેડેની સાથે તેની પત્ની તથા તેમની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ ટ્વિટર પર મળી રહી હતી. જેના કારણે સમીર અને તેની પત્ની ક્રાંતિ રેડકર ટેન્શનમાં આવી ગયા હતા. આ મામલે વાનખેડે પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. સમીરે જણાવ્યુ હતુ કે છેલ્લા ધણા સમયથી અમને ધમકીઓ મળી રહી છે. અમે આવી ધમકીઓને અણદેખી કરીએ છીએ અને આવા ટ્વિટર અકાઉન્ટને બ્લોક કરીએ છીએ.

સમીરે જણાવ્યુ કે છેલ્લા બે દિવસથી બે અલગ-અલગ ટ્વિટર અકાઉન્ટ પરથી ઘમકી મળી રહી છે. આ ટ્વિટર અકાઉન્ટ ભારતના નથી તે કોઈ આંતરરાષ્ટ્રીય અકાઉન્ટ છે. આ ટ્વિટર અકાઉન્ટ પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનુ નામ લેવામાં આવી રહ્યુ છે. સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે જણાવ્યુ હતુ કે અમે આવી ધમકીઓથી ડરવાના નથી અમે તેની સામે અવાજ ઉઠાવશું. તેણે કહ્યુ જો ભવિષ્યમાં મને કે મારા પરિવાર પર હુમલો થાય કે અમારી ઉપર એસિડ અટેક થાય તો તેના માટે જવાબદાર કોણ હશે?

Most Popular

To Top