Entertainment

શાહરૂખે અમિતાભ થવું છે !

શાહરૂખ ખાને ઈચ્છા પ્રગટ કરી છે કે પોતે 60નો થાય ત્યાં સુધીમાં તે ‘કૌન બનેગા કરોડપતિ’ નો હોસ્ટ બનવા માંગે છે. અમિતાભ બચ્ચન અત્યારે કેબીસીની 13મી સીઝન હોસ્ટ કરી રહ્યો છે ને શાહરૂખ પોતાને હંમેશા અમિતાભની જગ્યાએ જોતો આવ્યો છે. શાહરૂખ આ પહેલાં કેબીસીને હોસ્ટ કરી ચુકયો છે પણ અમિતાભે ના પાડી હોય ત્યારે જ આવી તક મળી છે. તેને લાગે છે કે તેના સિવાય કોઈ બીજું હોસ્ટ કરી શકે તેના સિવાય કોઈ બાજું હોસ્ટ કરી શકે તેમ નથી. જો કે તે જાણે છે કે કેબીસીના નિર્માતા સિધ્ધાર્થ બસુ અને કરોડો પ્રેક્ષકો પણ અમિતાભને જ ઈચ્છે છે. અમિતાભની જગ્યા કોઈ પણ ભરી ન શકે.

હકીકતે શાહરૂખ નિવૃતિની તૈયારી કરી રહ્યો છે. તે સલમાન અને આમીર ખાન અત્યારના સુપરસ્ટાર છે ખરા પણ હવે તેમની કારકિર્દી પૂરી થવામાં છે. શાહરૂખના સંતાનો આર્યન અને સુહાના યુવાન થઈ ચુકયા છે અને શક્ય છે કે એકાદ-બે વર્ષમાં તેઓ ફિલ્મોમાં કામ કરતા હોય. આર્યન તો અમેરિકાની સઘર્ન કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસ, સિનેમેટિક આર્ટસ, ફિલ્મ અને ટેલિવિઝન નિર્માણમાં ગ્રેજ્યુએટ થઈ ચુક્યો છે. તે દેખાય પણ છે તેના પિતા જેવો. સુહાના પણ બ્યુટીફૂલ છે.

ન્યુયોર્કમાં રહે છે. તે પણ 21ની થઈ ચુકી છે. શાહરૂખ હવે આ બંનેને ગોઠવી નિવૃત થશે. છેલ્લા ચાર વર્ષથી તેની પાસે ફિલ્મો નથી. છેલ્લે ‘ઝીરો’માં આવેલો અને ઝીરો સાબિત થયેલો પણ હવે સાઉથના એટલીકુમાર દિગ્દર્શીત ફિલ્મમાં તે આવી રહ્યો છે. એસ. શંકરની મોટા બજેટવાળી ‘એધીરન’માં આ એટલી સહાયક દિગ્દર્શક હતો અને ચારેક ફિલ્મો. દિગ્દર્શીત કરી ચુકયો છે. શાહરૂખને આ ફિલ્મ પાસે મોટી આશા છે પણ તેની સાથે સાઉથની જ પ્રિયમણી અને નયનતારા કામ કરે છે.

દિપીકા પાદુકોણ કે ક્રિતી સેનોન કે પ્રિયંકા ચોપરા નહિ. તે સમજી ચુકયો છે કે હવે કોઈ નિર્માતા તેને લઈ મોટું જોખમ ખેડી શકે તેમ નથી. પણ તેનો પ્રયત્ન છે કે નાની ફિલ્મોમાં ન જ કામ કરે આ કારણે જ સિધ્ધાર્થ આનંદની ‘પઠાણ’માં કામ કરે છે ને તેમાં દિપીકા પાદુકોણ છે. હમણાં અફઘાનિસ્તાનમાં તાલીબાનોના કારણે પઠાણોની ઈજ્જત ધૂળમાં ભળી છે ત્યારે સિધ્ધાર્થ આનંદે પટકથામાં ફેરફાર કરવો પડે તેવી દશા છે. શાહરૂખ સમજી ગયો છે કે યશ ચોપરા સાથેની ફિલ્મોના દિવસો ગયા અને સંજય લીલા ભણસાલી, ફરહાન અખ્તર પણ તેને પસંદ કરી શકતા નથી.

હા, રાજકુમાર હીરાની સાથે શાહરૂખે ફિલ્મ કરવી છે તે તેના માટે સ્વયં રોકાણ કરવા તૈયાર છે. હીરાનીને જ્યારે લાગશે કે પટકથામાં શાહરૂખ ફીટ બેસે તેમ છે તો જ તેને લેશે. શાહરૂખની શરતે તે ફિલ્મ બનાવી શકે તેમ નથી. પણ હમણાં તેને સંજય દત્ત સાથેની વધુ એક ફિલ્મ મળી છે જેનું કામ ચલાઉ શીર્ષક ‘રાખી’ રખાયું છે. પણ તે સારી બિઝનેસ સેન્સ વાળો છે એટલે ‘ફીર ભી િદલ હે હિન્દુસ્તાની’, ‘અસોકા ધ ગ્રેટ’, ‘ચલતે ચલતે’, ‘મે હું ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘રબને બના દી જોડી’ (સહ નિર્માતા), ‘રા-વન’ અને ‘ડોન-2’ જેવી ફિલ્મો નિમાર્તા તરીકે બનાવી છે.

આમીર ખાન યા સલમાન ખાન જેવી સફળતા તેને મળી નથી તેણે ‘બદલા : અનપ્લગ્ડ’ અને ‘બોર્ડ ઓફ બ્લડ’ જેવી ટી.વી. શ્રેણી પણ બનાવી છે અને એટલી સાથેની ફિલ્મનો નિર્માતા પણ શાહરૂખ સ્વયં જ છે. એટલે કે હીરો તરીકેની સાખ તેણે ગુમાવી છે. કોઈ નિર્માતા તેની સાથે રિસ્ક લેવા તૈયાર નથી. તેણે પ્રોડયુસર તરીકે કામ કરવા આમીરના ક્લાસ ભરવા જોઈએ. કરણ જોહર અને આદિત્ય ચોપરા હવે તેની સાથે ઊભા રહેવા તૈયાર નથી. પોતાને કિંગ માનતો ખાન અત્યારે એકલો પડી ગયો છે. તેણે સમજવું જોઇએ કે અમિતાભ જેવા થવાની તાકાત અમિતાભ સિવાય કોઈમાં નથી.

Most Popular

To Top