SURAT

જીઆઈડીસીનાં આ પ્રશ્નો ઉકેલાય તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ વધે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો સાથે જીઆઈડીસી સંદર્ભે વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવા આજે સુરત ખાતે મિટીંગ યોજાઈ હતી.આ બેઠકમાં ઉદ્યોગકારોએ સુરતની GIDC ઓમાં બાંધકામ અને વીજ સપ્લાય માટે પેટા વિભાજનનાં પ્રશ્નો સરકાર ઉકેલે એવી માંગ કરી હતી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના રિજિયોનલ સેક્રેટરી પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે જીઆઈડીસી અને ઉદ્યોગને લગતાં પ્રશ્નો બે પ્રકારના હોય છે. એક સ્થાનિક સ્તરના, જેનું નિવારણ સ્થાનિક એસોસિએશન અને ચેમ્બરની મદદથી પણ કરી શકાય છે. જ્યારે બીજો પ્રશ્ન હોય છે સરકારની પોલિસીઓ સંબંધિત જેમાં તમામ એસોસિએશન અને ચેમ્બરના સાથ સહકારથી તેનો ઉકેલ લાવવો પડે છે.

મિટીંગમાં ઓટીએસ સ્કીમ વિશે, સચિન જીઆઈડીસી પાસેથી જીઆઈડીસીની વસૂલાતાં મનપાનો ટેક્સ અને જીએસટી ટેક્સ ભરવા અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ મિટીંગમાં જીઆઈડીસી સાથે સંકળાયેલ નોટિફાઈડની સમસ્યા, અનયુટીલાઈઝેશનની સમસ્યા, ડબલ ટેક્સ, જીએસટી, સ્ટેમ્પ ડ્યુટીની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તમામ જીઆઈડીસી હોદ્દેદારોનું માનવું છે કે, સરકારની તમામ પોલિસીઓને સરળ બનાવવી જોઈએ. તથા ઈન્ડ્સ્ટ્રીયલ બોર્ડમાં ઓછામાં ઓછા જીઆઈડીસી ઈન્ડ્સ્ટ્રી સાથે સંકળાયેલા 6 લોકોનો સમાવેશ કરવો જોઈએ. આ મિટીંગમાં દક્ષિણ ગુજરાતની જીઆઈડીસીઓમાંથી સાણંદ, નરોડા, સરીગામ, વાપી, નવસારી, ઈચ્છાપોર, સચિન, ભાટપોર, કતારગામ, બારડોલી અને ઉમરગામ જીઆઈડીસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી ચેમ્બરની જીઆઈડીસી ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન મિતુલ મહેતાની સાથે દક્ષિણ ગુજરાતની વિવિધ જીઆઈડીસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનાં સેક્રેટરી મયુર ગોળવાલા એ જીઆઈડીસીનો સર્વગ્રાહી રિપોર્ટ રજૂ કરતા કહ્યું હતું કે, જીઆઈડીસીમાં પ્લોટના કુલ એરિયામાં 20% બાંધકામ મળે છે,એ અવરોધરૂપ છે. ખરેખર મળવા પાત્ર બાંધકામનું 20 હોવું જોઈએ. ઇચ્છાપોર સહિતની જીઆઈડીસીમાં પાતાળ કુવાઓની 2 લાખની મુદ્દલ સામે વ્યાજ ભારણ ને લીધે 14 થી 15 લાખનું દેવું થઈ ગયું છે. સરકારે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવી આ મામલો ઉકેલવો જોઈએ.

Most Popular

To Top