સામગ્રી
૩ મધ્યમ બટાકા
૨ ટેબલસ્પૂન કોર્નફલોર
સ્વાદાનુસાર મીઠું
સ્વાદાનુસાર મરી પાઉડર
તળવા માટે તેલ
સેઝવાન ચીલી સોસ માટે
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧’’નો ટુકડો સમારેલું આદુ
૨-૩ કળી સમારેલું લસણ
૨ ટીસ્પૂન રેડ ચીલી સોસ
૨ નંગ લાલ મરચાં
૧ નંગ લીલું મરચું
૨ ટીસ્પૂન સોયાસોસ
૪ ટેબલસ્પૂન પાણી
૧/૨ ટીસ્પૂન વિનેગાર
૧ ટેબલસ્પૂન કોર્નફલોર
સ્વાદાનુસાર મીઠું
સ્વાદાનુસાર મરી પાઉડર
સ્વાદાનુસાર ખાંડ
ગાર્નિશીંગ માટે સમારેલાં લીલા કાંદાં
- રીત
- બટાકાને સમારી ઠંડા પાણીમાં ૩૦ મિનિટ રાખો. પાણી નિતારી તેમાં મીઠું, મરી પાઉડર અને કોર્નફલોર નાખી મિકસ કરો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી બટાકા શેલો ફ્રાય કરો. બટાકા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.
- કઢાઇમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં કાંદા, લીલાં મરચાં, આદુ-લસણ નાખી ફૂલ તાપે એક-બે મિનિટ સાંતળો. તેમાં મરી પાઉડર નાખો.
- ત્યાર બાદ તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, મીઠું અને ખાંડ નાખી મિકસ કરો. તેમાં પાણી નાખી સોસ ઉકાળો.
- કોર્નફલોરમાં એક-બે ટેબલસ્પૂન પાણી નાખી સ્મુધ પેસ્ટ કરો. સોસમાં પેસ્ટ નાખી સોસ જાડો થાય ત્યાં સુધી ઉકળવા દો.
- તેમાં તળેલા બટાકા અને વિનેગર નાખી મિકસ કરો.
- ચીલી પોટેટોઝને સર્વિંગ પ્લેટમાં કાઢી લીલા કાંદાથી ગાર્નિશ કરી વેજીટેબલ ફ્રાઇડ રાઇસ કે હક્કા નુડલ્સ સાથે સર્વ કરો.
પાસ્તા ચીલી મંચુરિયન
સામગ્રી
૧-૧/૨ કપ પાસ્તા
૩/૪ કપ મેંદો
૧/૨ કપ કોર્નફલોર
૧ ટીસ્પૂન લાલ મરચું
૧/૨ ટીસ્પૂન મીઠું
તળવા માટે તેલ
૨ ટેબલસ્પૂન તેલ
૨ નંગ સમારેલાં મરચાં
૨ કળી સમારેલું લસણ
૧’’નો ટુકડો સમારેલું આદુ
૧/૨ નંગ સમારેલો કાંદો
૧/૨ નંગ સમારેલું કેપ્સિકમ
૨ ટેબલસ્પૂન ટોમેટો સોસ
૨ ટેબલસ્પૂન વિનેગર
૨ ટીસ્પૂન સોયા સોસ
૧/૨ ટીસ્પૂન મરી પાઉડર
૧/૨ ટીસ્પૂન લાલ મરચું
૧/૪ ટેબલસ્પૂન કોર્નફલોર
૪ ટેબલસ્પૂન છીણેલી કોબી
૧/૨ નંગ છીણેલું ગાજર
૨ ટેબલસ્પૂન સમારેલાં લીલા કાંદા
- રીત
- એક મોટા પેનમાં મીઠું નાખી પાણી ઉકાળો. તેમાં પાસ્તા નાખી ૩ મિનિટ થવા દો. પાસ્તા વધારે ન બફાય તે ધ્યાન રાખો. પાણી નિતારી ઠંડા પાણીથી ધોઇ નાખો.
- એક બાઉલમાં મેંદો, કોર્નફલોર, લાલ મરચું અને મીઠું નાખી મિકસ કરો. તેમાં જરૂર મુજબ પાણી નાખી ખીરું બનાવો. તેમાં બાફેલા પાસ્તા નાખી મિકસ કરો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરી પાસ્તા મધ્યમ તાપે ક્રિસ્પ અને ગોલ્ડન બ્રાઉન તળી એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેમાં આદુ, લસણ અને મરચાં નાખી સાંતળો.
- તેમાં સમારેલાં કાંદા અને કેપ્સિકમ નાખી ફુલ તાપે સાંતળો.
- ત્યાર બાદ તેમાં ટોમેટો સોસ, વિનેગર, સોયા સોસ, મરી પાઉડર, લાલ મરચું અને મીઠું નાખી મિકસ કરો.
- કોર્નફલોરને ૧/૨ કપ પાણીમાં મિકસ કરી નાખો.
- ત્યાર બાદ પાસ્તા, કોબી, ગાજર અને લીલા કાંદા નાખી બરાબર મિકસ કરો.
- પાસ્તા મંચુરિયન સર્વિંગ પ્લેટમાં કાઢી લીલા કાંદાથી ગાર્નિશ કરી સર્વ કરો.
પનીર લોલીપોપ
સામગ્રી
૨૦૦ ગ્રામ પનીર
મેરીનેડ માટે
૨ ટેબલસ્પૂન સ્વીટ ચીલી સોસ
૧ ટેબલસ્પૂન સોસા સોસ
૧ ટેબલસ્પૂન સેઝવાન સોસ
૧/૨ ટીસ્પૂન કોર્નફલોર
૩ કળી સમારેલું લસણ
૨ ટેબલસ્પૂન સમારેલાં લીલા કાંદા
અન્ય સામગ્રી
૨ ટેબલસ્પૂન તલ
૧ ટેબલસ્પૂન કોર્નફલોર
સ્વાદાનુસાર મીઠું
તળવા માટે તેલ
ગાર્નિશીંગ માટે લીલા કાંદા
- રીત
- પનીરના ૧/૨’’ X ૧’’ ના ટુકડા કરો.
- એક બાઉલમાં સ્વીટ ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ, કોર્નફલોર, લસણ, લીલા કાંદા અને સ્વાદાનુસાર મીઠું મિકસ કરો.
- તેમાં પનીર નાખી બરાબર મિકસ કરી ૧૫ મિનિટ રહેવા દો.
- એક નોનસ્ટીક પેનમાં તેલ લગાડી ગ્રીસ કરો.
- એક ડીશમાં કોર્નફલોર લો. દરેક પનીરના ટુકડાને કોર્નફલોરમાં સહેજ રગદોળી પ્રીહીટેડ પેનમાં મૂકો. પનીરના ટુકડા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.
- પનીરને તલમાં રગદોળી ટુથપીકમાં ભેરવો.
- શોટ ગ્લાસમાં સ્વીટ ચીલી સોસ કે અન્ય સોસ લો. તેમાં પનીર લોલીપોપ મૂકો. લીલા કાંદાથી ગાર્નિશ કરી સર્વ કરો.