સુરત : સલાબતપુરા (Salabatpura) વિસ્તારમાં રહેતાં મહિલા આસિ. પ્રોફેસર (Women Assistent Professor) અને તેની માતાનો (Mother) નાહતો વિડીયો (Video) લઇ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પ્રોફેસરને બળજબરીથી ઇન્સ્ટાગ્રામ (Instagram) ફોલો (Foolow) કરવા કહ્યું હતું. મહિલા પ્રોફેસરે ઇન્સ્ટાગ્રામ ઓપન (Open) કરતાં તેનો એક વિડીયો (Video) પણ વાયરલ કરી દેવાયો હોવાનું બહાર આવતાં પોલીસે (Police) 19 વર્ષિય પાડોશી યુવકની સામે ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી. પકડાયેલો કમલ નામનો યુવક મહિલા પ્રોફેસરની જાણ બહાર જ તેના ફોટા (Photo) પાડી એ વાયરલ કરવાની ધમકી આપી જબરદસ્તીથી સેક્સ (Sex) કરવા સહિતની અઘટિત માંગણીઓ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
- આસિ. પ્રોફેસરના નાહતા વિડીયો વાયરલ કરવાનું કહી સેક્સની માંગણી કરનાર 19 વર્ષિય યુવક પકડાયો
- વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સેક્સની માગણી કરતાં ગુનો નોંધાયો
- આઇડી ખોલીને ફોલો કરતાં પહેલા જ તેઓનો નગ્ન વિડીયો અપલોડ કરી દેવામાં આવ્યો હતો
- વિડીયો વાયરલ કરનાર યુવકને પકડી પાડી તેના ફોનમાંથી વિડીયો પણ ડિલીટ કરાવવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા પ્રોફેસર જ્યાં રહે છે તે ઘરના બાથરૂમ પાસે પાડોશમાં જ રહેતા યુવકે નાનું બાકોરું પાડી દીધું હતું. ત્યારબાદ આ યુવકે મહિલા પ્રોફેસર તેમજ તેની માતાનાં નાહતા વિડીયો મોબાઇલમાં લઇ લીધા હતા. બાદ આ યુવકે હિન્દી ભાષામાં ચિઠ્ઠી લખી હતી અને મહિલા પ્રોફેસર ઘરે બેઠાં હતાં તેને આપી ભાગી ગયો હતો. ચિઠ્ઠીમાં મહિલા પ્રોફેસરને ઇન્સ્ટાગ્રામ આઇડીને ફોલો કરવા કહેવામાં આવ્યું હતું, અને જો તેઓ આઇડી ફોલો ન કરે તો તેમના નગ્ન વિડીયો વાયરલ કરી દેવાનું કહી બીભત્સ માંગણી કરવામાં આવી હતી. મહિલા પ્રોફેસરે ચિઠ્ઠી પ્રમાણે આઇડી ખોલીને ફોલો કરતાં પહેલા જ તેઓનો નગ્ન વિડીયો અપલોડ કરી દેવામાં આવ્યો હતો. આ બાબતે મહિલા પ્રોફેસરે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો અને વિડીયો વાયરલ કરનાર યુવકને પકડી પાડી તેના ફોનમાંથી વિડીયો પણ ડિલીટ કરાવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે મહિલા પ્રોફેસરની ફરિયાદ લઇ કમલ નામના આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.