ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) શહેર પોલીસે આંબોલી (Amboli) રોડ ઉપર આવેલી એક સોસાયટીમાંથી સેક્સ રેકેટનો (Sex racket) પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે રેડ (Raid) કરીને પોલીસે એક ગ્રાહક અને દલાલ સાથે ચાર યુવતીઓને ઝડપી પાડી હતી. અંકલેશ્વરના આંબોલી રોડ ઇદગાહ પાસે આવેલ સરસ્વતી પાર્ક સ્થિત મકાન નંબર-૧માં કુટણખાનું ચાલતું હોવાની બાતમી શહેર પોલીસમથકના પી.એસ.આઈ. એ.એસ.ચૌહાણને મળી હતી. તેઓ વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ૬ પોલીસ જવાનને રેડ માટે તૈયાર કર્યા હતા. -પોલીસે ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
બાતમીવાળા મકાનમાં રેડ કરતાં મકાનના પહેલા રૂમમાંથી મૂળ વિસનગર અને હાલ અંકલેશ્વરના સરસ્વતી પાર્કમાં રહેતો પ્રકાશ રઘુનાથ પટેલ મળી આવ્યો હતો. જ્યારે મકાનના રૂમોમાંથી કઢંગી હાલતમાં એક યુવાન સાથે યુવતી મળી આવી હતી. તો અન્ય રૂમમાંથી ત્રણ યુવતી મળી આવી હતી. પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી પ્રકાશ પટેલ અને ગ્રાહક જિગ્નેશ ચંદુ પટેલની અટકાયત કરી હતી. બંનેની અંગજડતીમાંથી રોકડા અને ૩ હજાર બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહિલા સાથેના પ્રેમસંબંધની બબાલમાં પારડીની હોટલમાં ભેગા થયેલા યુવકો વચ્ચે મારામારી
પારડી (Pardi) : પારડી હાઇવે (High way) પર આવેલી ફાઉન્ટેન હોટલના પરિસરમાં ગઇકાલે રાત્રે મહિલા (Women) સાથે પ્રેમસંબધને (Love) લઇ બે મુસ્લિમ (Muslim) જૂથ વચ્ચે ધિંગાણું (Fight) થયું હતું. બન્ને જૂથ વચ્ચે સમાધાનની વાતને લઇ સામસામે થયેલી મારામારીમાં ચાર શખ્સોને ઇજા થતા પારડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે (Police) સામસામે ફરિયાદ (Complaint) દાખલ કરી હતી. સમગ્ર ઘટના સીસી ટીવીમાં (CCTV) કેદ થઇ હતી.
પારડી હાઇવે પર આવેલી ફાઉન્ટેન હોટલના પરિસરમાં ગઇકાલે રાત્રે મહિલા સાથે પ્રેમસંબધને લઇ વલસાડ અને પારડી બંને મુસ્લિમ જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. બંને પક્ષ સમાધાન માટે ભેગા થયા હતા પણ વાત વણસતા લાકડા અને સળિયાથી સપાટા બોલાવ્યા હતા. બીજા જૂથે પંચ વડે મારામારી કરી હતી. બંને પક્ષો વિરુદ્ધ પારડી પોલીસ મથકે સામ સામી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વલસાડ મોતીવાડી અબ્રામા રોડ ખાતે રહેતો મોહમદ જેદ અયુબ શેખ અને સામા પક્ષના ફરિયાદી શાહેઆલમ સમીખાન પઠાણ (રહે પારડી) અને મારામારીમાં પારડી ભેંસલાપાડમાં રહેતો વિકાસ ભૈયા, ફેઝાન ઉર્ફ નાગેન પઠાણ સાથે આવેલા અન્ય એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ પીએસઆઇ જે. એન. સોલંકીએ હાથ ધરી છે.