આણંદ : આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ બાદ ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાથી રહિશો ત્રસ્ત બની ગયાં છે. આ પાણી ઉલેચતી મોટર છેલ્લા 12 દિવસથી બંધ છે. જેના કારણે પાણીનું લેવલ ન ઉતરતાં ગંદા પાણી ઘરોમાં ઘુસી રહ્યાં છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી. આ વિસ્તારમાં રેલવે, કાંસ સહિતના વિભાગોના ગજગ્રાહના કારણે કોઇ કાયમી આયોજન થતું નથી. પમ્પીંગ સ્ટેશન પર પાણી ઉલેચવા માટે 1લીએ કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. જેના બીજા કે ત્રીજા દિવસે મોટર બંધ પડી ગઇ હતી. જેના કારણે આ સમગ્ર સમસ્યા સર્જાઇ છે. આ મોટર રીપેરીંગ માટે હાલ કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. આ મડાગાંઠના કારણે હાલ પ્રજાને શોષાવવું પડી રહ્યું છે. આ અંગે રજુઆત છતાં કોઇ પગલાં ન ભરાતાં રોષની લાગણી જન્મી છે.
આણંદના પૂર્વ વિસ્તારના ઘરોમાં ગટરના પાણી ઘૂસ્યાં
By
Posted on